________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
ની સાથે
કરી તેથી
પુરૂષના ભણતર અને સ્ત્રીના ભણતરમાં આસમાન જમીનને ફેર છે. પુરૂષના અંતકરણને સંતપ્ત કરનાર આજીવિકાના વિચારથી સ્ત્રીનું અંતઃકરણ આલિત છે, જે સમાજની દુર્દશા થવાની હોય છે તે સમાજની સ્ત્રીઓને આજીવિકા માટે ભણવું પડે છે. તેમજ ઈનામ ઓલરશીપ વગેરેની હરીફાઈથી પણ સ્ત્રીઓને અભ્યાસ કલુષિત થતું નથી. ગૃહિણી તરીકે નમુનેદાર ગ્રહની વ્યવસ્થા કરવાનું, માતા તરીકે નમુનેદાર સંતાન સમાજને અર્પણ કરવાનું અને સંસારિણી તરીકે યથાશક્તિ સમાજ સેવિકા થવાનું તેનું કર્તવ્ય છે જર્મન મહાકવિ કહે છે કે ગૃહિણી. ધર્મમાં જે ઉત્તમ કર્તાને સમાવેશ થાય છે તે જે સ્ત્રી બરાબર સમજે તે બીજા ક્ષેત્રની તે માગણી જ કરશે નહિ. આ કારણથી દેખાવ, ચડસ, યશલાલસા વગેરે અનિષ્ટ તત્ત્વ સ્ત્રી કેળવણમાં દાખલ થવાં જોઈએ નહિં. નિશાળમાં છોકરીની કેળવણું છોકરાની કેળવણું કરતાં વહેલી સમાપ્ત થાય તો તેથી, વધારે પડતે હૈયાય કરવાનું પ્રયોજન નથી. કેલેજની ઉંચી કેળવણી કંઈ બધી સ્ત્રીઓ માટે નથી, અને તેવી કેળવણીને પિતાનું લક્ષ્યબિંદુ સ્થાપનાર સ્ત્રી જ ઉત્તમ થઈ શકે છે અને નિયમ નથી. પ્રાચીન સમયમાં પુરૂષના બ્રહ્મચર્યને કાળ ૨૫-૩૦. ની ઉમર સુધી લંબાતે. આજનું વલણ સ્ત્રીના કન્યાકાળને લંબાવવા તરફ વિશેષ છે. કન્યાકાળ પણ જોઈએ તે કરતાં વધારે લંબાવવાથી અનેક અનર્થ થાય છે. સ્વતંત્ર વિદ્યામય જીવનની લગનીમાં કેટલીક સ્ત્રીઓ પત્નીધર્મ અને ગૃહિણીધર્મને પણ બંધનરૂપ સમજે છે. કન્યાવિક્રય રૂપ બે બે કરતું બકરું કાઢવા જતાં સમાજમંદિરમાં વરવિયરૂપ વાંકાં અઢાર અંગવાળું ઉંટ ઘુસી જાય છે. પરિણામ પંડિત કાર્લપીઅર્સને “વિજ્ઞાન દષ્ટિથી પ્રજાજીવન” નામના પિતાના પુસ્તકમાં કહે છે તેવું આવવાને સંભવ રહે છે. દેશને બુદ્ધિશાળી વર્ગ વધારે ભણે અને તે જ વર્ગ વિવાહને નિયંત્રણ સમજી એ છે પરણે તેને અર્થ એજ કે આગળ જતાં ઉતરતી બુદ્ધિવાળાઓનું સમાજમાં પ્રાધાન્ય,
For Private and Personal Use Only