________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના,
સાહિત્યપરત્વે આપણું રીવાજ પ્રમાણે ઈગ્રેજી ભાષાના ઉંચા અભ્યાસ સુધી પહોંચી શકે એવી કન્યાઓને સમુદાય ઓછે જ હોય છે. ભાષાપરત્વે મારું નમ્ર મત એ છે કે પહેલે દરજે ગુજરાતીનું સંગીન જ્ઞાન, બીજે દરજે સંસ્કૃતનું સામાન્ય જ્ઞાન, અને ત્રીજે દરજે અંગ્રેજીનું જ્ઞાન અભ્યાસક્રમમાં અંકાવું જોઈએ. માતૃભાષાની મહત્તા સંબંધી વિવાદને અવકાશ જ નથી, પરંતુ સંસ્કૃત પહેલું કે અંગ્રેજી એ બાબત મતભેદ થવાને સંભવ રહે છે. સંસ્કૃત દૈવી ભાષા છે, તેમાં આપણાં પવિત્ર ધર્મપુસ્તકે લખાયેલાં છે, તેના અભ્યાસથી બુદ્ધિને ઉત્તમ વિકાસ થાય છે એ કારણથી સંસ્કૃતને હું પ્રથમ પદ આપવા માગું છું. ધર્મની અધિષ્ઠાત્રી સ્ત્રી હોવાથી તેની ધર્મપ્રધાન પ્રકૃતિ સંસ્કૃતના અભ્યાસથી જેટલી ઉત્તેજીત થવાનો સંભવ છે તેટલી અંગ્રેજીના અભ્યાસથી થવાનો સંભવ નથી. અંગ્રેજી પુસ્તક તથા વર્તમાન પત્રે સ્વતંત્ર રીતે વાંચી શકવા જેવું અંગ્રેજીનું જ્ઞાન સ્ત્રીને ન થાય, તે એ ભાષા ઘણે અંશે ભાર રૂપ જ થવા સંભવ છે.
વિજ્ઞાન સંબંધી આપણા દેશની, આપણા પુરૂષવર્ગની જ સ્થિતિ અતિ દરિદ્ર છે તે સ્ત્રીસંબંધમાં કહેવું જ શું? પરંતુ વિજ્ઞાનની આવશ્યકતા સ્ત્રીને કઈ રીતે ઓછી નથી. રાજ્ય વ્યવસ્થામાં જે. વિજ્ઞાનની જરૂર છે અને ઘર ચલાવવું એ જે નાનું રાજ્ય ચલાવવા બરાબર છે તે સ્ત્રીને વિજ્ઞાન વિના ચાલી શકે એમ નથી. સામાન્ય રઈ અને વિજ્ઞાનના સંસ્કારવાળી રસેઈ સામાન્ય ગૃહવ્યવસ્થા અને વિજ્ઞાનના સંસ્કારવાળી ગૃહ વ્યવસ્થા, બાળકેવું સામાન્ય લાલનપાલન શિક્ષણ અને વિજ્ઞાનના સંસ્કારવાળું લાલનપાલન શિક્ષણ એમાં ઘણું અંતર છે. ઉષ્ણુ અને શીત, પ્રકાશ, વિદ્યુત્ અને ચુંબકશક્તિ, વનસ્પતિ વિદ્યા, સામાન્ય યંત્રની રચના, ગ્રહોની ગતિ, સમાજને ઉદયાસ્ત-એ વગેરેનાં મૂળ તત્વે જ્યારે સ્ત્રીની બુદ્ધિમાં આરૂઢ થશે ત્યારે આપણું દેશને ભાગ્યદય સમીપ છે એમ માનવું સપ્રમાણ છે,
For Private and Personal Use Only