________________
પૂ. માતુશ્રી જેઠીબાઈ
અમારામાં આપે બાળપણમાં સરકાર અને ચારિત્રનું ઘડતર કર્યું અને ગળથુથીમાં ઘૂંટી ઘૂંટીને પાયું કે “જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ” જેનામાં દેવાની વૃત્તિ છે તે દૈવી વૃત્તિ છે અને જેનામાં રાખવાની–સંઘરવાની વૃત્તિ છે તે રાક્ષસી વૃત્તિ છે. આપના સંસ્કારને જીવનમાં અમે વણી અને પૂણ્યના યોગે જ્યારે સંપત્તિ મળી ત્યારે તેને સદ્દઉપયોગ કરતા જ રહ્યા છીએ કારણ આપે દીધેલી શીખામણ :
વહેતા જળ નિર્મળ ભલા, સાધુ વિચરતા ભલા
ધન દોલત દેતા ભલા અમે બરાબર આચરણમાં મૂકી રહ્યા છીએ.
લિ.
આપના જન્મોજનમના ઋણી નગીનદાસ, લીલાવતી હિંમતલાલ, નિર્મળા રસીકલાલ, ગુલાબ