________________
સમ્યકત્વ
સ્થાન ચઉપઈ
જિમ જલથી પંપોટા થાય, ઊણતાં તેહમાંહિં સમાયા યૂભાદિક જિમ ક્ષિતિપરિણામ, તિમ ચેતન
તનુ ગુણવિશ્રામ I ૭I - જિમ પાણીથી પંપોટા થાઈ છઇં અનઈ તે પંપોટા ઊફણીનઈં વલી તે પાણીમાંહિ જ સમાઈં છઈ, તથા યૂભપ્રમુખ જિમ ‘ક્ષિતિ' કહેતાં પૃથ્વી તેહનો પરિણામ છઈ – પૃથ્વીમાંહિંથી ઊપજીનાં પૃથ્વીમાંહિ જ લીન થાઈ છઇં, તિમ ચેતના ‘તનુ' કહેતાં શરીર તેહના ગુણનો વિશ્રામ છૐ – શરીરથી ઊપજીનઈં શરીરમાંહિં જ લય પામશું છૐ | એ ઉત્પત્તિપક્ષ (૧) ! બીજો અભિવ્યક્તિ પક્ષ છઇં, તે મતઈં કાયાકારપરિણામઈ ચેતનાની અભિવ્યક્તિ હોઇ છઈ (૨) || ૭ ||
જેમ પાણીમાંથી પરપોટા ઉત્પન્ન થાય છે અને તેમાંથી બહાર નીકળીને – ઊભરો પામીને તેમાં જ સમાઈ જાય છે તથા પથ્થરના સ્તંભ વગેરે આકારો પૃથ્વીમાંથી જ નીપજે છે અને એમાં જ લીન થાય છે તેમ ચેતના (જ્ઞાનગુણ) પણ શરીરનો જ ગુણ હોઈ શરીરમાંથી ઊપજીને શરીરમાં જ લય પામે છે. નાસ્તિકમતનો આ ઉત્પત્તિપક્ષ છે. એનો એક અભિવ્યક્તિપક્ષ પણ છે. એ મુજબ પંચભૂત જ્યારે કાયાકાર રૂપે પરિણમે છે ત્યારે પંચભૂતમાં પહેલાં અનભિવ્યક્ત રહેલો જ્ઞાનગુણ કાયાકાર-પરિણામથી પંચભૂતમાં અભિવ્યક્ત થાય છે અને કાયાકાર-પરિણામનો નાશ થતાં જ્ઞાનગુણ પુનઃ અનભિવ્યક્તિદશા પામી પંચભૂતમાં રહે છે જ. આમ જ્ઞાનગુણ પંચભૂતમાં સદા હોય જ છે. કેવળ તેની અભિવ્યક્તિ-અનભિવ્યક્તિ કાયાકાર-પરિણામના હોવા-ન હોવાથી થયા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org