________________
૧૨૮
સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ
યોગનિરોધ કરી ભગવંત, હીનત્રિભાગઅવગાહ લહંતા સિદ્ધશિલા ઊપરિ જઈ વર્સ, ધર્મ વિના ન અલોકઈ ધસઈI
૯૪ | કેવલજ્ઞાની ભગવંત આવર્જીકરણ કરી યોગ સુંધી ચરમ ભવાઈ જેવડું શરીર છઈ તે ત્રિભાગહીનાવગાહના પામતો સિદ્ધસિશિલા ઊપરિ જઈનઈ વસઇ, આગલિ કાં ન જાઈ ? તે ઊપરિ કહઈ છઈ જે ધર્મ વિના - ધર્માસ્તિકાય વિના અલોકાકાશમાંહિં ધસઈ નહીં ૯૪ ||
કેવળજ્ઞાની ભગવંત આવર્જીકરણ કરી મન, વચન, કાયાની ક્રિયાને રૂંધ છે. ચરમ ભવે જે શરીર છે તેના ત્રીજા ભાગ જેટલી હીન અવગાહના (શરીઝમાણ) પામી એ સિદ્ધશિલાએ જઈને વસે છે. પણ જીવનો સ્વભાવ તો ઉપર જવાનો છે ને કર્મ વગેરે રૂપ કોઈ પ્રતિબંધક નથી તો જીવ સિદ્ધશિલાથી આગળ કેમ જતો નથી એવો પ્રશ્ન થાય તો કહેવાનું કે જીવની કે પુગલની ગતિમાં સહાયક કારણરૂપ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે તેનો હવે લોકની બહાર અભાવ હોવાથી જીવ અલોકાકાશમાં ધસી જતો નથી અને સિદ્ધશિલા પર અટકી જાય છે.
૧. શિદ્ધશિલા ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org