________________
૧૬૦
સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ સામ્રાજ્યથી – આધિપત્ય જ. આથી જ “આવશ્યકસૂત્રમાં પ્રકાશ, શોધ અને ગુપ્તિ દ્વારા જ્ઞાન, તપ અને સંયમને મોક્ષના હેતુ કહ્યા
“જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ ગુપ્તિ એટલે કે મન-વચન-કાયાની પ્રવૃત્તિનો નિગ્રહ કરનાર છે. એ ત્રણેના ભેગા થવાથી મોક્ષ થાય છે એમ જિનશાસનમાં કહ્યું છે.”
આ ગાથાનાં જ્ઞાનાદિ કારણના પ્રકાશ કરવો વગેરે વ્યાપાર કહ્યા છે તે પ્રાપ્ત કરવા મોક્ષાર્થી પ્રવર્તે છે. મોક્ષનો આ ઉપાય છે એમ શ્રદ્ધા કરજો, જેથી એ સપ્રવૃત્તિથી મોક્ષસુખ મળે.
આમ અનુપાયવાદીઓનું – મોક્ષના ઉપાય નથી એમ માનનારાઓનું – ખંડન થયું. આ રીતે સમ્યકત્વનાં છ સ્થાનની વાત પૂરી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org