________________
૧૭૮
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
દશવૈકાલિકસૂત્રમાં પણ પ્રથમ જ્ઞાન અને પછી દયા' એ ઉપદેશ છે ત્યાં જ્ઞાન તે ચારિત્રમાં ઉપયોગી એવું જીવસમૂહના છ પ્રકારો વગેરેનું સંમુગ્ધ (મોહયુક્ત) જ્ઞાન' એમ વિચારી એનાથી સંતોષ ન કરવો કેમકે ચારિત્રનાં હેતુ, સ્વરૂપ અને અનુબંધ એટલે કે પ્રયોજન વગેરેની જે શુદ્ધિ કરવાની હોય છે તે સ્વશાસ્ત્રપરશાસ્ત્રની પરીક્ષારૂપ નિશ્ચયજ્ઞાન વિના સંભવતી નથી. નિશ્ચયજ્ઞાનથી જ નિશ્ચયરૂપ ચારિત્ર થાય છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, “જે સમ્યક્ રૂપે જુઓ છો તે જ મુનિવ્રત તરીકે જુઓ છો અને જે મુનિવ્રત તરીકે જુઓ છો એ જ સમ્યક્ રૂપે જુઓ છો એમ માનો’
આમ કહેવાથી, ક્રિયા કરનાર અગીતાર્થ (શાસ્ત્રજ્ઞ નહીં તેવા) સાધુને ચારિત્ર સિદ્ધ ન થાય ?’’ એવો કોઈ પ્રશ્ન કરે તો કહેવાનું કે ન જ સિદ્ધ થાય, જો ગીતાર્થની નિશ્રા (આશ્રય, આલંબન) ન હોય તો. જેને ગીતાર્થની નિશ્રા છે તેને ઉપચારથી – ગીતાર્થના જ્ઞાનનો તેનામાં અધ્યારોપ થવાથી – ચારિત્ર સિદ્ધ થાય છે જ. કહ્યું છે કે, “જિનવરોએ ગીતાર્થોનો અને બીજો ગીતાર્થ-નિશ્રાવાળાનો વિહાર કહ્યો છે, આનાથી ત્રીજો કોઈ પ્રકારનો વિહાર નહીં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org