________________
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ
૧૮૧
રત્નાકરમાંથી આ સમકિતના છ સ્થાનનો ભાવ ઉદ્ધત કર્યો છે. પોતાની શક્તિ પ્રમાણે કરેલું આ ઉદ્ધરણ યથાર્થ છે, પણ જિનશાસનરૂપી રત્નાકરની તુલનાએ તો એ નાનકડી કોડી સમાન છે. રત્નાકર તો અનેક રત્નોથી ભરેલો હોય. આ ઉપમા પોતાના ગર્વના પરિવાર અર્થે કરી છે. એનો શુદ્ધ ભાવ વિચારીએ તો ચિંતામણિ જેવાં રત્ન પણ એની તોલે ન આવે.
પંડિત શ્રી નવિજયના પદસેવક વાચક જસ એટલે યશોવિજય ઉપાધ્યાયે આ પ્રકારે કહ્યું છે – આ ગ્રંથ રચ્યો છે.
માંગલિક પદાર્થોની શ્રેણીથી શોભતા અમદાવાદ નગરમાં પ્રખ્યાત શેઠ હેમચંદ્રના પુત્ર તારાચંદ્રની વિનંતીથી, જેમણે આસક્તિનો ત્યાગ કર્યો છે એવા આનંદધારી યશોવિજય વાચકે લોકભાષામાં નયમાર્ગ સમજાવીને સમકિતના છ સ્થાનકની આ વ્યાખ્યા વિવરણ) સંઘના હર્ષને માટે કરી.
શ્રી સમ્યકત્વ ચતુષ્પદી સમાપ્ત થઈ. સં. ૧૭૪૧ના આસો સુદ દશમના રોજ. અર્થની – વિવરણની શ્લોકસંખ્યા ૧૦૦૦ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org