________________
૧૬૮
સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ
સ્વવિષયમાં એક નય દ્વવ્યાર્થિક કે પર્યાયાર્થિક)ના પ્રાધાન્યથી બને એકબીજાથી નિરપેક્ષ રીતે પ્રવર્તે છે.”
વેદાંતી સંગ્રહાયના સિદ્ધાંતથી આનંદપૂર્વક ચાલ્યા છે, કેમકે. એ શુદ્ધ આત્મદ્રવ્યમાં માને છે. કહ્યું છે કે, “દ્રવ્યાર્થિક દ્રવ્યને જ ગ્રહણ કરનાર) નયની પ્રકૃતિ ધરાવતો એ શુદ્ધ સંગ્રહનાનું નિરૂપણ કરનારો મત છે.”
કપિલના શિષ્યો એટલે કે સાંખ્યમતવાદીઓ ૨૫ તત્ત્વની પ્રક્રિયામાં માને છે તેથી એ વ્યવહારનયથી ચાલ્યા છે એમ કહેવાય. કહ્યું છે કે, “કપિલનું જે દર્શન છે તેમાં પણ દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય છે.” વ્યવહારનય તે દ્રવ્યાર્થિક નયનો જ ભેદ છે.
બૌદ્ધમત ઋજુસૂત્ર આદિ ચાર નયથી ચાર પ્રકારે થયો – સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક. એ ચાર અનુક્રમે ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયમાંથી નીકળ્યા છે. મીમાંસક અને એની સાથે વૈયાકરણ વગેરે મતો નયોના મિશ્રણથી થયા છે. નયો અને પ્રમાણથી જૈન દર્શન વસ્તુને પૂર્ણપણે જાણે છે અને છયે દર્શનોનો સમન્વય કરે છે. કહ્યું છે કે “મિથ્યા દર્શનોના સમૂહરૂપ જૈન દર્શનનું કલ્યાણ થાઓ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org