________________
૧૭૪
સમ્યકત્વ
સ્થાન ચઉપઈ
ચારિ-ચરકસંજીવનચકચારણવિધાનસશરમે ! સર્વત્ર હિતા વૃત્તિર્ણાશ્મીર્થાત્ સમરસાપત્યા || (૧૧–૧૧)
એ ૩ જ્ઞાન તરતમભાઈ ઉદક-દુગ્ધ-અમૃતસરખા કહિયાં છઈ ઉક્ત ચ –
ઉદકપયોડમૃતકલ્પ પુંસાં સદ્ભજ્ઞાનમેવમાખ્યાતમ | વિધિયત્વવતુ ગુરુભિર્વિષયતૃડપહારિ નિયમને II
(ષોડશક, ૧૦-૧૩) ઇતિ || ૧૨૨ .
વચનમાત્રરૂપ જે શ્રુતજ્ઞાન – કેવળ સાંભળવારૂપ જ્ઞાન હોય છે તેનાથી પોતપોતાના મતનો આગ્રહ ઊભો થાય છે અને જે જે નયશાસ્ત્ર સાંભળવામાં આવે તેના નવાર્થ ગમી જાય છે. બીજું ચિંતાજ્ઞાન એટલે વિચારરૂપ જ્ઞાન છે. તેનાથી મતાગ્રહ ટળે છે. સઘળા નયનો સમાવેશ કરતા વિચારજન્ય જ્ઞાનથી કષ્ટરૂપ પક્ષપાત ટળે છે. આનાથી પોતાના પર અનુગ્રહ – ઉપકાર થાય છે. ભાવનાજ્ઞાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એકાગ્રતાપૂર્વક વિચાર કરનારું વિવેકજ્ઞાન) દેશકાળ વગેરેના ઔચિત્ય વડે અન્યોને અનુગ્રહ કરનારું હોય છે, દેશકાળના ઔચિત્ય પ્રમાણે ઉપદેશ વગેરે કરવાથી અન્યોને અનુગ્રહ થાય છે. ઉપદેશાદિક પ્રવૃત્તિ આચારના સામાન્ય નિયમો અને તે નિયમોના અપવાદને અનુલક્ષીને થાય છે. કારણકે “કોણ આ પુરુષ છે ને એ કયા નયમાં – મતમાં છે” (એ લક્ષમાં રાખીને ઉપદેશ આપવાનો હોય છે) વગેરે આગમ-વચનો છે.
જે પુરુષ પશુરૂપ થઈ ગયો છે તેને સ્ત્રીએ વ્યંતરવચને વડની છાયામાં ચારો ચરાવ્યો, તેમાં સંજીવની ઔષધિ મોઢામાં આવી જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org