________________
સમ્યકત્વ
સ્થાન ચઉપઈ
૧૭૫
તે પાછો પોતાના રૂપે – પુરુષ રૂપે થઈ ગયો તેવી જ રીતે વિવેકજ્ઞાનયુક્ત સદ્દગુરુ ફરીને કર્મબંધ ન કરે એવી ક્રિયામાં પુરુષને એવી રીતે દેશકાળાદિના ઔચિત્યાનુસાર) પ્રવર્તાવે છે કે જેથી સમ્યગ્દર્શનરૂપ સંજીવની ઔષધિ એમાં આવી જતાં એનું નિશ્ચયસ્વરૂપ – પોતાનું ખરું સ્વરૂપ, આત્મસ્વરૂપ પ્રગટ થાય છે અને મિથ્યાત્વ નામનું પશુરૂપ ટળે છે. ષોડશકમાં કહ્યું છે કે, “પહેલે તબક્કે (સાંભળવાના તબક્કે) તે-તે દર્શન પ્રત્યે કંઈકકંઈક રાગથી પુરુષને તેના વિશે આગ્રહ બંધાતો હોય છે. એ બીજા વિચારયોગના તબક્કે કદીયે રહેતો નથી. છેલ્લા (ભાવનાજ્ઞાનના) તબક્કામાં ચારામાં સંજીવની ઔષધિ આવે એ માટે અન્ય ચારો પણ ચરાવવામાં આવે તે રીતે સમભાવપૂર્વકની સર્વને હિતકારી પ્રવૃત્તિ હોય છે.” (એટલે કે સર્વોત્તમ ક્રિયપાય જીવ પામે તે માટે અન્ય ધર્મક્રિયાઓ. – જે છેવટે છોડવાની છે તેમાં પણ જીવને ગુરુ પ્રવર્તાવે છે; દેશકાળની પરિસ્થિતિનો વિવેક કરી પરમ ઉપદેષ્ટા ગુરુ જીવને અનુરૂપ પથ્ય ઉપદેશ આપે છે અને ક્રમશઃ તેનો આધ્યાત્મિક વિકાસ કરે છે)
એ ત્રણ જ્ઞાન તરતમભાવે પાણી, દૂધ અને અમૃત સરખાં કહેવામાં આવ્યાં છે. કહ્યું છે કે, “આ રીતે પુરુષોનું વિધિ અને પ્રયત્નથી યુક્ત સજ્ઞાન પાણી, દૂધ અને અમૃત જેવું છે, જે વિષયતૃષ્ણાને હરનારું છે એમ ગુરુઓ કહે છે.”
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org
www.jainelt