________________
૧૭૦
સમ્યક્ત્વ પટ્રસ્થાન ઉપઈ
અભેદમત ઊભો થાય છે તેમ પ્રતિપાદિત કરે છે. જેઓ નિત્યવાદમાં આસક્ત છે – એકાંત નિત્ય આત્મામાં માને છે તેઓ અનિત્યવાદનું ખંડન કરે છે. આમ આ બે નયોરૂપી બે હાથીઓ માંહોમાંહે લડે છે અને લડતાં લડતાં પોતાનાં સૂંઢ-દાંત ભાંગે છે. સ્યાદ્વાદના સાધક જે ભગવંત છે તે એ લડાઈ જુએ છે એ લડાઈમાં પડતા નથી, એ વિશે તટસ્થ રહે છે. બત્રીશીમાં કહ્યું છે કે પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષનો ભાવ હોવાથી અન્ય મતો એકબીજાનો દ્વેષ કરે છે તેવી રીતે, જિન ભગવાન ! તમારો સિદ્ધાંત, બધા નયોને સમાનપણે ઈચ્છતો હોવાથી, પક્ષપાતી નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org