________________
૧૬૨
સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ
શુદ્ધ સમ્યકત્વ પામે. તત્ત્વપરીક્ષાથી નીપજતું સંશયરહિત નિશ્ચયાત્મક જ્ઞાન તે જ સમ્યકત્વ છે. “સંમતિમાં કહ્યું છે કે “આમ જિનદેવે નિરૂપિત કરેલા ભાવમાં – પદાર્થમાં ભાવપૂર્વક શ્રદ્ધા રાખનાર પુરુષના આભિનિબોધ એટલે કે મતિજ્ઞાન માટે દર્શન એટલે કે સમ્યત્વ શબ્દ સમુચિત છે.”
આ છ સ્થાનો વિશેના તે-તે પ્રકારના જ્ઞાનથી જીવ સમ્યકત્વવંત ભગવંત (આધ્યાત્મિક સંપત્તિવાળો) થાય છે. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આ સમ્યક્ત્વના અંશથી કેવલી છે કેમકે તેને નય અને પ્રમાણ વડે માર્ગ સાચો દેખાયો છે. મિથ્યાષ્ટિ જીવ એક-એક અંશને તત્ત્વ – સત્ય ગણીને ચાલે છે, બીજા અંશોનો દ્વેષ કરે છે તેથી મિથ્યાદૃષ્ટિમાં કોઈ રાચશો નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org