________________
૧૫૮
સમ્યક્ત ષટ્રસ્થાન ચઉપઈ
સિદ્ધિ ન હોઈ કોઈનિ વત થકી, તો પણિ મત વિરચો
તેહ થકી. ફલસંદેહઈ પણિ કૃષિકાર વપઇ બીજ લહઇ[હિં] અવસર
સાર ૧૧૪ || કોઈનાં વ્રતથકી – ચારિત્રાદિક્રિયાથકી સિદ્ધિ ન હોઈ કર્મગુણ્યાદિકઇં, તો પણિ એહ મોક્ષસાધનથકી વિરસ્યો માં, જે માટઇં ફલસંદેહઈ પણિ કૃષિકાર ક, કરસણી બીજ વપઈ છઇ, સાર અવસર વષકાલાદિ લહી, અગ્રિમકાલભાવિ પવન-વૈગુણ્યાદિ સામગ્રીવિઘટક જાણી વિરચતા નથી ! ન હિ ફલાવશ્યશ્નાવનિશ્ચય: પ્રવૃત્તૌ કારણમ્, કિન્તુ પ્રકૃતે છોપાયત્વનિશ્ચય એવ / ૧૧૪ ||
કોઈને કર્મની વિપરીતતાને કારણે વ્રત એટલે કે ચારિત્રાદિ ક્રિયાથી સિદ્ધિ ન થાય તોપણ એનાથી – ચારિત્રાદિ મોક્ષસાધનથી વિરત – નિવૃત્ત થશો નહીં, કારણકે ફળનો સંદેહ હોવા છતાં ખેડૂત વર્ષાકાલ વગેરે યોગ્ય અવસર જોઈને બીજ વાવે છે, પછીના સમયે આવી પડનારી, સામગ્રીનો નાશ કરનારી પવન(વાવાઝોડું) વગેરેની વિપરીતતાનો વિચાર કરીને બીજ વાવતાં અટકતા નથી. ફળ અવશ્ય મળવાનું છે એવો નિશ્ચય એ પ્રવૃત્તિનું કારણ નથી, પરંતુ પ્રસ્તુત કાર્ય માટે એ ઇષ્ટ ઉપાય છે એવો નિશ્ચય પ્રવૃત્તિનું કારણ છે.
૧. અન્યત્ર લહિ પાઠ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org