________________
સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ
૧૪૭
એક ઉપાયથકી ફ્લપાક, બીજો સહજઇ ડાલવિપાકા કારણતણો ઈમ જાણી ભેદ, કારણમાં સ્યું આણો ખેદ |
૧૦૮ || ભવસ્થિતિપરિપાક તે પણિ આત્મનિષ્ઠ તથાભવ્યતાપર્યાય તે ગુણ વિના કિમ થાઈ ? તે ઊપરિ કહઈ છ0 – એક ઉપાયથી ફલનો પાક થાઈ છ, પલાલપ્રમુખમાં ઘાતી અકાલઈ આંબા પચવીશું, બીજો સહજઈ ડાલથી જ પાક હુઈ છઈ / ઈમ કરમવિપાક એક ઉપાયઈ છઇ, એક સહજઈ છઈ ! એ કારણનો ભેદ જાણીનઈ કારણ માહિં સ્યો ખેદ આણો ? કેટલાંઈક કાર્ય સહજઈ થયાં તો ઉદ્યમ સ્યો કરશું ? ઈમ મુઝાઓ છો ? | ૧૦૮ ||
ભવસ્થિતિનો પરિપાક પણ એ પ્રકારના આત્મનિષ્ઠ ભવ્યત્વના પર્યાયરૂપ છે તો તે ગુણ વિના કેમ થાય એવા પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે ફળને પકવવાનું કામ ઉપાય કરીને થાય, જેમકે કેરીને પરાળ આદિ ઘાસમાં મૂકીને અકાળે પકવાય, તેમ ફળને પકવવાનું કામ સહજે પણ થાય, જેમકે કેરી ડાળ પર સહજ રીતે વિના ઉપાય જ પાકે. એમ કર્મનો વિપાક ઉપાયથી થાય, તેમ સહજપણે પણ થાય. કારણનો આ ભેદ જાણીને કોઈ ક્રિયા કરવારૂપ” કારણમાં શા માટે ખેદ અનુભવો છો? કેટલાંક કાર્ય સહજે થાય છે તો ઉદ્યમ શા માટે કરવો એવા વિચારમાં શા માટે મૂંઝાઓ છો?
Ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org