________________
૧૫૨
સમ્યકત્વ
સ્થાન ઉપઈ
માટે ક્રિયાનો ઉચ્છેદ થતો નથી. તેના કાળે તે-તે સામગ્રી તે-તે પરિણામ લાવે એટલામાત્રથી તે નિયતિથી જ થાય છે ને ક્રિયા આવશ્યક નથી એમ ન કહેવાય. વળી જે એમ કહેવામાં આવ્યું છે કે કષ્ટ ખમવું તે તો વેદનીય કર્મને કારણે છે, એ મોક્ષનો ઉપાય કેમ બને? તો એના ઉત્તરમાં કહેવાનું કે અનિચ્છાએ કર્મ નિમિત્તે કષ્ટ સહેવું એ મોક્ષનો ઉપાય ન બને પણ જાણીને ઇચ્છાપૂર્વક સહન કરેલું કષ્ટ જ તપ કહેવાય. એથી જ “દેહદુઃખ મહાલવાળું છે” એ સૂત્રમાં જાણીને એ બાકીનો ભાગ છે એમ ગણી ઉમેરવામાં આવે છે. સ્વેચ્છાએ સ્વીકૃત અને જ્ઞાનપૂર્વકના દુઃખ સહન કરવાનો ગુણ તે જ તપ. તેનાથી જ ગુણની (નિર્જરાની – શુદ્ધિગુણની વૃદ્ધિ થાય છે અને પ્રાપ્ત ગુણો નષ્ટ થતા નથી. ક્રિયાનું પણ એ જ (શુદ્ધિ) ફળ છે. અમે કહ્યું છે કે “તેથી શુદ્ધિગુણની વૃદ્ધિ માટે અથવા પ્રાપ્ત શુદ્ધિગુણમાંથી અલિત ન થવાય તે માટે ક્રિયા કરવી જોઈએ. જ્યાં શુદ્ધિગુણ પૂર્ણતા પામ્યા હોઈ ગુણવૃદ્ધિને અવકાશ નથી તેમજ
જ્યાંથી અલન કે પતનને પણ કંઈ અવકાશ નથી એવું એકમાત્ર સંયમગુણસ્થાન જિનોનું વીતરાગનું) છે.” (આ તેરમું સયોગિકેવલી ગુણસ્થાન કહેવાય છે.) આથી જ “મોક્ષમાર્ગમાંથી ચુત ન થવાય તે માટે અને સકામ કર્મનિર્જરા (ઇચ્છાપૂર્વક કર્મો ખેરવી નાખવા) માટે કષ્ટો સહન કરવો જોઈએ” એમ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે. દુઃખો ગ્રહણ કરવા યોગ્ય નથી તેથી દુઃખસહન પણ ગ્રહણ કરવા યોગ્ય નથી એમ જો માનીએ તો કર્મો ગ્રહણ કરવા યોગ્ય નથી તેથી (કર્મભોગ પણ ગ્રહણ કરવા યોગ્ય નથી અને પરિણામે કર્મભોગ દ્વારા કર્મોમાંથી છુટકારો પણ ગ્રહણ કરવા યોગ્ય નથી એમ માનવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org