________________
૧૫૦
સમ્યક્ત્વ સ્થાન ચઉપઈ
ભરહાદિકનિ છીંડીપંથ, રાજપંથ કિરિયા નિર્ગથી ઉર્ટેિ જાતાં કોઈ ઉગર્યો, તો પણિ સેર ન ત્યજિઈ ભર્યો II
૧૧૦ || ભરતાદિક ભાવનાઍ જ ક્રિયા વિના મુક્તિ પામ્યા તે છીંડીપંથ કહિઈ, રાજપંથ તે નિગ્રંથકિયા જ કહિઈ ! કોઈ ઉવટિ જાતાં ઊગર્યો – લૂટાણો નહીં તો પણિ ભય સેર ન ત્યજિઇ, એ શુદ્ધ વ્યવહાર છઈ | અત એવ ભરતાદ્યવલંબન લેઈ ક્રિયા ઉચ્છેદઈ છઈ તે મહાપાતકી શાસ્ત્રશું કહ્યા છઇ 1 રોગ ઘણા ઔષધ ઘણાં ઈમ માર્ગ ભિન્ન ભિન્ન છઇ પણિ રાજમાર્ગવ્યવહાર જ સહિઈ ૧૧૦ ||
ભરતાદિકને ક્રિયા વિના, ભાવનાના બળે જ મુક્તિ મળી તે કેડીમાર્ગ જાણવો; રાજમાર્ગ તો સંયમક્રિયા જ છે. કોઈ ઉન્માર્ગે – આડે માર્ગે જાય અને લૂંટાઈ ન જાય, બચી જાય તોપણ ભર્યા મુખ્ય માર્ગને તજવો યોગ્ય નથી. આ જ શુદ્ધ વ્યવહાર – નીતિરીતિ છે. આથી ભરત વગેરેનું અવલંબન લઈને જેઓ ક્રિયાનો ઉચ્છેદ કરે છે તેમને શાસ્ત્રમાં મહાપાતકી કહ્યા છે. રોગ ઘણા છે તેમ એનાં ઔષધો ઘણાં છે એમ મોક્ષપ્રાપ્તિના માર્ગ ઘણા હોઈ શકે છે, પણ જે રાજમાર્ગ – મુખ્ય માર્ગ, માન્ય માર્ગ છે તેનો વ્યવહાર કરવા પર જ વિશ્વાસ મૂકવો યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org