________________
૧૫૫
સમ્યકત્વ સ્થાન ચઉપઈ કર્મ હોવાં તે જીવનો સ્વભાવ એના ભવ્યત્વથી નિયત થયેલ હોય છે. કર્મ ભોગવીને જ ખપાવવાનાં હોય છે, જ્ઞાનાદિની એમાં શી જરૂર એમ કહેતા હો તો એ બરાબર નથી. કેમકે કર્મ ભોગવીને જ ખપાવવાનાં હોય તો કોઈ ક્યારેય મોક્ષે જાય જ નહીં. જેને છેલ્લે શરીર (જન્મ) છે એવા જીવને પણ સાસ્વાદન પતિત જીવે પૂર્વ કાળમાં અનુભવેલ સમ્યકત્વનો આસ્વાદ માત્ર જેમાં જેવા હોય) એ ગુણસ્થાન – આધ્યાત્મિક ભૂમિકાથી માંડીને અપૂર્વકરણ (અભૂતપૂર્વ શુભ પરિણામવાળા) આઠમા ગુણસ્થાનની વચ્ચે કરોડો ગણા કરોડો - અસંખ્ય કર્મબંધ રહેલા હોય છે. પ્રતિક્ષણે ૭-૮ કર્મબંધ થાય છે. એ કર્મોનાં ફળવિપાક) કમબદ્ધ ભોગવીને કર્મો ખપાવવાનાં હોય તો ભવપરંપરા ચાલ્યા જ કરે, મોક્ષ થાય જ નહીં. તેથી કર્મ ખપાવવાના યથોચિત જ્ઞાનાદિક ઉપાયથી (ફળ ભોગવ્યા વિના માત્ર કર્મપ્રદેશોને ભોગવીને) જીવ મોક્ષે જાય છે એમ માનવું યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org