________________
૧૫૪
સમ્યકત્વ સ્થાન ચઉપઈ કોઈ ઘણઈ કાલિ મોક્ષઈ જાઇ છઇ, કોઇ થોડઈ કાલિ તે કિમ ? તે ઊપરિ કહઈ છ0 – બહુ ઇંધણ બહુ કલિ બર્લે, થોડઈ કાલઈ થોડું જલૈ1. અગ્નિતણી જિમ શક્તિ અભંગ, તિમ જાણો શિવકારણ
સંગ || ૧૧૨ II ઘણાં ઇંધન હોઈ તે ઘણઈ કાલિ બલઈ, થોડું ઇંધન હોઈ તે થોડઈ કાલઈ જલઈ, પણિ અગ્નિની શક્તિ અભંગ જ છઇ તિમ શિવકારણ જ્ઞાનાદિકનો સંગ જાણો ક્રમૌં બહુકાલક્ષપણીયનઈ સાધન બહુ કાલઈ ખપાવઈ, સ્તોકકાલક્ષપણીયનઇં સ્તોક કાલઈ / તથાસ્વભાવ તે તથાભવ્યતાનિયત છઈ | ભોગવઈ જ કર્મ ખાઈ તો કહિઍ કો મોક્ષ ન જાઈ | ચરમશરીરનઈ પણિ સાસ્વાદનાદિઅપૂર્વકરણાંતનઈ અંતઃ કોટાકોટિ બન્ધ છઈ, પ્રતિસમય ૭-૮નો, ભામાટઇં ક્રમશું યથોચિત કર્મસાધનઈ જીવ મોક્ષઈ જાઇ, ઇમ સહિઈ || ૧૧૨ /
કોઈ ઘણા કાળે મોક્ષે જાય છે, કોઈ થોડે કાળે તે કેમ એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે ઈંધણ ઘણું હોય તો એને બળતાં વધુ વાર લાગે, થોડું હોય તો ઓછી વાર લાગે પણ અગ્નિની શક્તિ તો અખંડ, પૂરેપૂરી છે. તેમ મોક્ષના કારણરૂપ જ્ઞાનાદિકના સંગ વિશે પણ સમજવાનું છે. ક્રમશઃ બહુ કાળે ખપે – ક્ષય પામે એવાં કર્મ હોય તો જ્ઞાનાદિક એનો બહુ કાળે ક્ષય કરે, થોડે કાળે ક્ષય પામે એવાં કર્મ હોય તો એનો થોડે કાળે ક્ષય કરે. વત્તેઓછે કાળે ખપે એવાં
૧. અન્યત્ર માટઇં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org