________________
૧૪૬
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
વિના તો ગુણરૂપ કાર્ય કેવી રીતે થાય આનો ઉત્તર નીચે પ્રમાણે
છે
અવ્યવહિત પૂર્વ પર્યાય (પરિણામ) ઉત્તર પર્યાયનું કારણ છે. અવ્યવહિત પૂર્વ ગુણપર્યાય ઉત્તર ગુણપર્યાયનું કારણ છે. તેથી અહીં કારણ અને કાર્ય બંને ગુણત્વજાતિથી વિશિષ્ટ છે. તેવી જ રીતે અવ્યવહિત પૂર્વ દ્રવ્યપર્યાય ઉત્તર દ્રવ્યપર્યાયનું કા૨ણ છે. તેથી અહીં કારણ અને કાર્ય બંને દ્રવ્યત્વજાતિથી વિશિષ્ટ છે. બીજું, કારણ કાર્યની અવ્યવહિત પૂર્વે હોય છે. પરંતુ એટલું પૂરતું નથી, કારણ કાર્યની અવ્યવહિત પૂર્વે નિયતપણે હોય એ જરૂરી છે. આ પણ પૂરતું નથી, કારણનું કાર્યની અવ્યવહિત પૂર્વે નિયતપણે હોવું સાક્ષાત્ – કશા ઉપર આધાર ન રાખનારું – હોવું જોઈએ. આમ જેનામાં અવ્યવહિત પૂર્વવર્તિત્વ, નિયતત્વ અને અનન્યથાસિદ્ધત્વ આ ત્રણેય હોય તે જ કારણ હોય. ઉપરાંત, કા૨ણ અને કાર્યનું અધિકરણ એક જ હોય છે. માટીનો પિંડપર્યાય માટીના ઘટપર્યાયનું કારણ છે. અહીં કારણ અને કાર્યનું અધિકરણ માટીદ્રવ્ય એક જ છે. અવગ્રહ (ઇન્દ્રિયજ્ઞાન) કારણ છે અને ઈહા (ચેષ્ટા, પ્રયત્ન) કાર્ય છે અને બંનેનું અધિકરણ આત્મદ્રવ્ય એક જ છે. જે ગુણ કે ગુણપર્યાય સૌપ્રથમ હોય તેની અવ્યવહિત પૂર્વે તો કોઈ ગુણ કે ગુણપર્યાંય હોય નહીં. એટલે તેના કારણ તરીકે કોઈ ગુણ કે ગુણપર્યાયને માની શકાતો નથી. માટે જ તેના કારણ તરીકે કાવિશેષને કે કાલપરિપાકને માનવો જોઈએ. સૌપ્રથમ જ્ઞાનાદિ ગુણ થાય છે તેનું કારણ કાલપરિપાક છે. ઘર્ષણઘોલનન્યાયે અથડાતાકુટાતા સંસાપ્રવાહમાં કાળ પાકે ત્યારે જીવમાં જ્ઞાનાદિ ગુણ ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org