________________
૧૪૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
તૃપ્તિ હસ્થે જો સરજી હસ્થે, ભોજન કરવા સ્યું ધસમસૈ ? । પાપિ ઉદ્યમ આગલ કરઇ, ધમિ સ્યું સરજ્યું ઉચ્ચરઇ ? ॥ ૧૦૬ ||
જો સરક્યું જ લીજઇ તો સરજી હુસ્યઇ તો તૃપ્તિ હુસ્યઇ, ઇમ કરીનઇ ભોજન કરવાનઇ સ્યું ધસમસઇ છઇ ? પાપકાર્યઇ ઉદ્યમનઇ આગલિ કરð, કૃષ્ણાદિકઆરંભ કરતાં પાછુ જોતો નથી, ધર્મની વેલા ગલિઓ બલદ થઈ રહઇ છઇ । સરજ્યું હુસ્યઇ તે થાસ્યઇ ઇમ સ્યું મુખિ ઉચ્ચરઇ છઇ ॥ ૧૦૬ ||
જો સરજ્યું જ મેળવવાનું હોય તો સરજી હશે ત્યારે તૃપ્તિ થશે એમ કરી ભોજન કરવા કેમ ધસમસો છો ? પાપકર્મોમાં ઉદ્યમને આગળ કરો છો, ખેતી વગેરે આરંભ (ગૃહસ્થ માટે અનિવાર્ય એવાં હિંસાકર્મો) કરવામાં પાછું વાળીને જોતા નથી અને ધર્મકાર્યો વખતે ગળિયો બળદ થઈને બેસી જાઓ છો. સરજ્યું હશે તે થશે એમ મુખે શું (અમથું) બોલબોલ કરો છો ?
૧. ધરઇ ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org