________________
૧૩૨
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
મોક્ષતત્ત્વ ઇમ જે સદહૈ, ધર્મિ મન થિર તેહનું રહે મુક્તિઇચ્છા તે મોટો યોગ, અમૃતક્રિયાનો રસસંયોગ II ૯૭ ||
અનિવણવાદી ગતઃ || ઇમ જે પરીક્ષા કરીનઈ મોક્ષતત્ત્વ સદ્દહઈ તેહનું ધર્મનઈં વિષઈંગ મન થિર રહૈ ! મુક્તિની ઇચ્છા છઈ તે મોટો યોગ છઇ, ચરમપુદ્ગલપરાવર્તઇ અપુનબંધકાદિકનઈ, ભારે કર્મમલ હોઈ તેહનઈ ન હુઈ | ઉક્ત ચ વિશિકાયામ્ –
મુખસઓ વિ ષડણથ હોઈ ગુરુભાવમલપભાવેણં ! જહ ગુરુવાહિનિગારે ણ જાઓ પત્થાઓ સમ્મ |
(૪, ૨) Il ૯ળા
આમ પરીક્ષા કરીને જે મોક્ષતત્ત્વમાં શ્રદ્ધા કરે છે તેનું મન ધર્મમાં સ્થિર રહે છે. મુક્તિની ઇચ્છા તે મોટો યોગ છે. એ મુક્તિની ઇચ્છા ચરમ પુદ્ગલાવર્તમાં અને જે ફરીને મોટા કર્મબન્ધ – મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બન્ધ – બાંધતા નથી તેવા જીવોને જ થાય છે, જેમના કર્મમલ ભારે છે એમને થતી નથી. વિશિકામાં કહ્યું છે કે જેમ મહાવ્યાધિનો વિકાર હોય ત્યારે પથ્યને માટે બરાબર મન થતું નથી તેમ તીવ્ર ભાવમલ(રાગદ્વેષાદિ વિકારો)નો પ્રભાવ હોય ત્યારે ચરમ પુદ્ગલાવર્ત સિવાય) અન્ય કાળે મોક્ષને માટે મન થતું નથી.” અનિર્વાણવાદીનું ખંડન પૂરું થયું.
૧. મોટા ૩૦ ૨. એતલઈ અનિર્વાણવાદી નિરસ્ત થયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org