________________
સમ્યકત્વ ભટ્રસ્થાન ઉપઈ
૧૪૧
બીજું હોય છે, એક ન હોય તો બીજું હોતું નથી. જે સરયું હશે એમ થશે એમ માનીએ તો સઘળે સંદેહ થયા કરે કે શું સરક્યું હશે અને પ્રવૃત્તિને માટે કોઈ અવકાશ ન રહે કેમકે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ તે આપણને જે કંઈ ઈષ્ટ છે તેનું સાધન અમુક જ છે એવો આપણો નિશ્ચય હોય છે તેથી. જો સરક્યું છે તે થશે એમ હંમેશાં કહેતા હોઈએ તો ઘડો વગેરે બનાવવા માટે દંડ વગેરે અવ્યભિચારી – અપવાદરહિત, આવશ્યક કારણ છે તે પ્રત્યે શું રીસ - અણગમો હોય છે? નથી હોતો. તેમ જ્ઞાનાદિક મોક્ષનાં કારણ છે એનો પણ વિશ્વાસ કરવો. (બીજા પાઠનો અર્થ જે સરર્યું છે તે થાય છે એમ હંમેશાં કહો છો તો અરિ એટલે કે ચોર વગેરે અને પરસ્ત્રીગમન કરનારા પ્રત્યે શા માટે રીસ – અણગમો કરો છો ? એ તો સરક્યું છે તે જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org