________________
૧૩૬
સમ્યક્ત્વ જસ્થાન ઉપઈ
હની જેહવી ભવિતવ્યતા, તિમ તેહનિ હોઈ નિઃસંગતાT કષ્ટ સહઈ તે કરમનિમિત્ત, નિયતિ વિના નવિ સાધ્ય
વિચિત્ત [ ૧૦૧ II. જેહની જેહવી ભવિતવ્યતા છઇ તેહનઈ તિમ – તે પ્રકાર) જ નિઃસંગતા – મોક્ષલાભ હોઈ છઈ / જેતલું કષ્ટ સહવું છઈ તેટલું વેદનીયાદિકર્મ નિમિત્ત છઈ, નહીં તો મહાવીરનઈ ઘણા ઉપસર્ગ, મલ્લિનાથપ્રમુખનઈ કોઈ ઉપસર્ગ નહી તે કિમ મિલઈ ? નિયતિ વિના વિચિત્ર સાધ્ય ન હુઈ, અત એવ “પ્રત્યેકબુદ્ધસિદ્ધાદિ ભેદસ્તથાભવ્યતયા” ઈતિ લલિતવિસ્તરામામ્ | ૧૦૧ /
જે જીવને માટે જેવું નિર્માણ હોય તેવી રીતે તેને નિઃસંગતા એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે કષ્ટ સહન કરવાનું આવે છે તે વેદનીયાદિ કર્મોને કારણે આવે છે, નહીં તો મહાવીર ભગવાનને ઘણા ઉપસર્ગ અને મલ્લિનાથ આદિને કોઈ ઉપસર્ગ નહીં તે કેમ બને ? નિયતિ વિના આમ જાતજાતની રીતે સિદ્ધિ થવાનું બને નહીં. તેથી જ લલિતવિસ્તરામાં કહ્યું છે કે “પ્રત્યેકબુદ્ધ સિદ્ધ આદિ સિદ્ધોના જે ભેદો જોવા મળે છે તે જીવોની તે પ્રકારની ભવિતવ્યતાને કારણે
છે.”
Jain Education International
lal
For Private & Personal Use Only
www.jainelibrary.org