________________
૧૨૬
સમ્યકત્વ જસ્થાન ચઉપઈ
કહિઉ તેહ જ સ્પષ્ટપણિ કહઈ છઈ – થયા અને થાસ્ય જે સિદ્ધ, અંશ નિગોદ અનંત પ્રસિદ્ધ છે તો જિનશાસન સી ભય હાર્ણિ, બિંદુ ગયે જલધિ સી
કાણિ ૯૨ જે સિદ્ધ થયા અતીત અઠ્ઠાઈ અનઈ જે થાસ્ય અનાગત અદ્વાઇં તે સર્વ મિલી એક નિગોદના અનંતભાગપ્રમાણ સિદ્ધ થયા છઇ, તો જિનશાસનમાંહિ સી હાણિ સંસારની ? સમુદ્રમાંહિંથી બિંદુ ગયઈ સી કાણિ છઈ ? એ સંખ્યા ઉત્કર્ષાપકર્ષનિમિત્ત નથી, અતીતાદ્ધાથી અનંતાદ્ધા[અનાગતાદ્ધા] અનંતગુણ છઈ તોઇ તે સર્વ મિલી એક નિગોદજીવનઈ અનંતમઈ જ ભાગઈ છઈ એ. પરમાર્થ || ૯૨ |
આગળ કહ્યું તે જ સ્પષ્ટતાથી કહીએ છીએ. અતીત કાળમાં જે સિદ્ધ થયા અને અનાગત કાળમાં જે સિદ્ધ થશે તે બધા મળી એક નિગોદના અનંતમા ભાગ જેટલા છે, તો જિનમત મુજબ સંસારને હાનિનો શો ભય? મતલબ કે કંઈ જ હાનિ નથી. સમુદ્રમાંથી એક બિંદુ ઓછું થયે એને શી ખોટ કે હાનિ ? એક બિંદુ કંઈ સમુદ્રની વૃદ્ધિ કે હાનિનું કારણ બનતું નથી. અતીત કાળ કરતાં અનાગત કાળ અનંત ગણો છે તોપણ મુક્ત થયેલા જીવો સર્વ મળી એક નિગોદના અનંતમે ભાગે છે એ સત્ય છે.
૧. અન્યત્ર “અનાગતાદ્ધા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org