________________
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ
૧૨૫
મોક્ષે જતાં સંસાર ખાલી થાય એ આપત્તિ આવતી નથી. જીવસંખ્યા પરિમિત હોવાનો જેમનો સિદ્ધાંત છે તેમની દૃષ્ટિએ સંસાર ખાલી થાય અથવા જીવો મોક્ષમાંથી સંસારમાં પાછા જન્મ લે છે એમ તેમણે માનવું પડે. કહ્યું છે કે “જીવસંખ્યા પરિમિત છે એમ જે માને છે તેમને માટે સંસાર જીવોથી શૂન્ય થાય અથવા મુક્ત જીવ પાછા સંસારમાં પાછા ફરે એમ માનવાનું આવે. પરંતુ છ પ્રકારના જીવોની અનંત સંખ્યા છે એમ કહેવાયું છે એટલે કોઈ દોષ – સંસાર ખાલી થઈ જવાનો દોષ આવતો નથી.” પૂછવામાં આવતાં ભગવાન કહે છે કે એક નિગોદ (અનંત જીવોનું એક સાધારણ શરીર)નો અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. એટલે અનંત જીવસંખ્યા માનવાથી કોઈ આપત્તિ આવતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org