________________
સમ્યક્ત્વ જસ્થાન ચઉપઈ
૧૨૭
વ્યાપકનઇ નવિ ભવ નવિ સિદ્ધિ, બાંધઈ છોડઇ ક્રિયાવિવૃદ્ધિા પણિ તનુમિત આતમ અલ્પે કહું, તિહાં તો સઘલું ઘટતું લહું II
૯૩ !! સર્વવ્યાપક જે આત્મા માનઈ છઈ તેહનઈ પરભાવિ જાવું નથી તિવારઈ ન સંસાર ન વા મોક્ષ ઘટઇં પણિ અભૈ તો આત્મા તનુમિત ક શરીપ્રમાણ માનું છું તિહાં તો સઘલુઈ ઘટતું જ કહું છું જેહવું ગતિજાત્યાદિનિધત્ત આઉખું બાંધઇ તેહવઇ તે ઉદય આવ્યÚ તે ક્ષેત્રઇ જીવા જાઇ 1 વક્રગતિ હુઈ તો આનુપૂર્વી તિહાં ખાંચી આણઈ | મોક્ષઈ તો પૂર્વપ્રયોગાદિ ૪ કારણઈ સમયાંતર પ્રદેશાંતર અણફરસતો નિયતસ્થાનઈં જઈ ઊપજઈ તિહાં શાશ્વતાનંદઘન થઈ બદઈ" | ૩ ||
આત્માને જે વ્યાપક માને છે, તેમની દૃષ્ટિએ જીવને એક ભવમાંથી બીજા ભવમાં જવાનું રહેતું નથી. તેથી સંસાર કે મોક્ષને પણ એમાં સ્થાન નથી. કેમકે ગમનાદિ ક્રિયાઓથી બંધ-મોક્ષ સંભવે છે તે ત્યાં હોતી નથી. પણ અમે તો આત્માને શરીપ્રમાણ માનીએ છીએ ત્યાં એ બધાને સ્થાન છે. ગતિ, જાતિ આદિના નિયત કર્મોએ જેવું આયુષ્ય બાંધ્યું હોય તેવું તે ઉદયમાં આવતાં જીવ તે-તે ક્ષેત્રમાં જાય છે. સામાન્ય રીતે જીવ પોતે તો ઋજુ ગતિએ જાય છે પણ જો વક્રગતિ કરવાની હોય, તો આનુપૂર્વી નામકર્મ જીવને ત્યાં ખેંચી જાય છે. મોક્ષની બાબતમાં તો પૂર્વપ્રયોગ આદિ ચાર કારણોને લઈને સમયાંતર અને પ્રદેશાંતરને સ્પરર્યા વિના જીવ નિયત સ્થાને – સિદ્ધશિલાએ જઈ ત્યાં શાશ્વત આનંદથી સઘન થઈને બેસે છે.
૧. કઈ સહી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org