________________
૯૮
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
શકતિઅનંતસહિત અજ્ઞાન, કર્મે કહો તો વાધઇ વાના કરમિ હુઈ જનમની યુક્તિ, દર્શન-જ્ઞાન-ચરણથી મુક્તિ
૭૨ II ઇમ અવિદ્યા - માયાશબ્દવાચ્ય અનિર્વચનીય અજ્ઞાન વેદાંતીસંમત ન ઘટઈં જો અનંતશક્તિસહિત અજ્ઞાનરૂપ કર્મ કહો તો વાન વધઈ, તેહના ઉદય-ક્ષયોપશમાદિકથી અનેક કાર્ય થાઈ ! ‘કર્મક્ષયઈ મોક્ષ થાઈ તેહ જ કહઈ છઇ કર્મઈં જન્મની – સંસારની યુકતિ હોઈ, ક્ષાયિક ભાવઈ દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રકટિjઈ તિવારઈ મુક્તિ હોઈ || ૭૨ //
આમ વેદાંતીઓ જેમાં માને છે તે “અવિદ્યા' “માયા” એવા શબ્દોથી ઉલ્લેખાતું અનિર્વચનીય અજ્ઞાન તર્કસંગત નથી. જો અનંત શક્તિવાળા અજ્ઞાનરૂપ કર્મને સંસારનું કારણ કહો તો પ્રતિષ્ઠા વધે. કર્મના ઉદય, ક્ષયોપશમ વગેરેથી અનેક પ્રકારનાં કાર્ય થાય છે. ‘કર્મક્ષયે મોક્ષ થાય છે' એ ઉક્તિ એમ જ બતાવે છે. કર્મથી સંસાર સાથે સંબંધ થાય છે – સંસાર ઊભો થાય છે અને કર્મક્ષયે કરીને – ક્ષાયિક ભાવે દર્શન, જ્ઞાન અને ચારિત્ર પ્રકટ થાય છે, ત્યારે સંસારથી મુક્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org