________________
૧૦૪
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
અહંકાર પણિ તસ પરિણામ, તત્ત્વ ચકવીસતણો કિહાં ઠામાં શકતિ-વિગતિ પ્રકૃતિ સવિ કહો, બીજાં તત્ત્વ વિમાસી રહો
બુદ્ધિતત્ત્વ મિથ્યા, તિવાર) તારિણામ અહંકારાદિકઈ મિથ્યા, ૨૪ તત્ત્વનો ઠામ કિહા હુઈ ? ૨૪ તત્ત્વના ધર્મ શક્તિ-વિગતિ કરી પ્રકૃતિથી જ સર્વ કહો, બીજાં તત્ત્વ બુદ્ધયાદિક છઈ તે વિમાસીનઈં રહો, એતલઈ પ્રકૃતિવિલાસ તે અજીવતત્ત્વ-વિલાસ જ હુઓ ! જીવતત્ત્વ તો મુખ્ય જ બીજાં તત્ત્વ ઉભયપરિણામરૂપ છઈ ઇમ નવતત્ત્વપ્રક્રિયા તેહ જ શુદ્ધ થઈ જાણવી | ૭૭ |
બુદ્ધિતત્ત્વ, આમ, મિથ્યા ઠરે છે ત્યારે એના પરિણામરૂપ અહંકાર વગેરે પણ મિથ્યા કરે છે. તો પછી પ્રશ્ન થાય કે પુરુષ સિવાયનાં ૨૪ તત્ત્વનું સ્થાન જ ક્યાં છે? ર૪ તત્ત્વનાં જે ધર્મ કે કાર્ય છે તે પ્રકૃતિની પોતાની શક્તિથી જ થાય છે એમ માનો એટલે બુદ્ધિ વગેરે ૨૪ તત્ત્વોનો વિચાર કરતાં અટકો. આ પ્રકૃતિવિલાસ તે જૈન દર્શન મુજબ અજીવતત્ત્વનો વિલાસ થયો. જીવતત્ત્વ (પુરુષ) તો મુખ્ય છે જ. બીજાં તત્ત્વ – પુણ્ય-પાપ વગેરે – આ બન્નેનાં પરિણામરૂપ છે. આમ નવ તત્ત્વની વિચારણા જ શુદ્ધ ઠરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org