________________
સમ્યકત્વ સ્થાન ચઉપઈ
૧૨૧ દુખ હોવઇ માનસ-શારીર, જિહાં લગે મનતનુવૃત્તિસમીરા તેહ ટલઇ દુખ નાસઈ, દુખ નહિ ઉપચારવિસે શું
મુમ્બ II ૮૯ II મનનું અનઈ શરીરનું દુખ હોઇ તિહાં લગઈ, જિહાં લગઈ મનતનુવૃત્તિરૂપ સમીર ક, વાયુ વિસ્તારવંત હુઈ ! તેહ ટલઇ તિવાર નિસ્તરંગ સમુદ્ર સમાન આત્મદશા હોઇ, દુખ નહીં ઉપચારવિશેષઈ તે મોક્ષ ક =કહિ ! ઉક્ત ચ પ્રશમરતી –
દેહ-મનોવૃત્તિભ્યાં ભવતઃ શારીર-માનસે દુઃખે ! તદભાવાત્ તદભાવે સિદ્ધ સિદ્ધસ્ય સિદ્ધાદ્ધિાસુખમ્ ||
(૨૯૬) If ૮૯ |
મનની અને શરીરની વૃત્તિઓરૂપી વાયુ વહે છે ત્યાં સુધી મનનાં અને શરીરનાં દુઃખ હોય છે. વૃત્તિઓરૂપી વાયુ દૂર થાય ત્યારે નિસ્તરંગ સમુદ્ર સમાન આત્મદશા પ્રકટે છે જેમાં દુઃખ નથી હોતું.
એને જ ઉપચારવિશેષથી મોક્ષ કહેવાય છે. પ્રશમરતિમાં કહ્યું છે કે, “શરીર અને મનની વૃત્તિઓથી શરીરનાં અને મનનાં દુઃખ થાય છે. તે વૃત્તિઓ દૂર થતાં જે દુઃખનો અભાવ થયો તે જ સિદ્ધોનું સિદ્ધિસુખ.”
૧. અન્યત્ર “સિદ્ધિસુખમ્ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org