________________
સમ્યક્ત જસ્થાન ચઉપઈ
૧૧૯
જીવને પૌગલિક પદાર્થો અંગેની કથા શિથિલ થઈ જાય છે. એમાં સુવર્ણ માટેના ઉન્માદ અને સ્ત્રી માટેની આસક્તિને માટે ક્યાં સ્થાન હોય ?” અભ્યાસને અંગે “પ્રશમરતિમાં કહ્યું છે કે, “મન જેટલો વખત બીજાના ગુણદોષ ગાવામાં રોકાયેલું રહે છે તેટલો વખત મનને વિશુદ્ધ ધ્યાનમાં મગ્ન કરવું એ વધારે સારું છે.” ચંદ્રની ચંદ્રિકા જેમ સહજપણે શીતલતાનું ધામ છે તેમ આત્મસ્વભાવરૂપ ઉપશમ સહજપણે સુખનું સ્થાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org