________________
સમ્યક્ત્વ
સ્થાન ચઉપઈ
૧૧૭
ઇત્યાદિ || ૮૬ .
પહેલાં મોક્ષ સુખરૂપ છે એ સિદ્ધ કરીએ છીએ.
ઈન્દ્રિયસુખ ખરેખર તો દુઃખનું મૂળ છે. એ વ્યાધિના પ્રતીકારરૂપ છે. સુધાથી પીડિત હોઈએ ત્યારે ભોજન સારું લાગે છે, તૃષાથી હોઠ સુકાય ત્યારે પાણી પીવું સારું લાગે છે, હૃદયમાં કામાગ્નિ સળગે છે ત્યારે મૈથુનની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એટલે ભોજન, જલ વગેરે બધાં વ્યાધિનાં ઔષધ છે. એને સુખ માનવા એ ખોટું છે. યોગ્ય રીતે કહ્યું છે કે “ક્ષુધાર્ત હોય તે માંસયુક્ત ભાત આરોગે છે, જેનું મોટું તરસથી સુકાય છે તે અમૃત જેવા સ્વાદવાળું પાણી પીએ છે, પોતાના હૃદયમાં કામાગ્નિ પ્રદીપ્ત થયો હોય તે વધુ સાથે મૈથુન કરે છે. આ બધા વ્યાધિના પ્રતીકાર છે અને માણસ એ સુખ છે એમ ઊંધું સમજે છે.” ઇન્દ્રિયવૃત્તિરહિત અને ધ્યાનસમાધિથી જન્મતું જે ઉપશમભાવનું સુખ છે તે જ સારરૂપ યથાર્થ સુખ છે. ત્યાં “સુખ' શબ્દનો પ્રયોગ લાક્ષણિક કે આલંકારિક નથી. એક ક્ષણ રાગદ્વેષરહિત થઈ આત્મામાં જોશો તો આ વાત અનુભવસિદ્ધ જણાશે. પ્રશમરતિ માં કહ્યું છે કે, “સ્વર્ગનાં સુખો પરોક્ષ છે ને મોક્ષનું સુખ તો અત્યન્ત પરોક્ષ છે પણ ઉપશમભાવનું સુખ પ્રત્યક્ષ છે, એ બીજા પર આધારિત સુખ નથી – સ્વાધીન સુખ છે ને એ નષ્ટ થતું નથી.” તથા “રાગી જીવ સર્વ વિષયોની આકાંક્ષાથી ઉત્પન્ન થતું જે સુખ મેળવે છે તેના કરતાં અનંતગણું સુખ વિરાગી જીવ સહજપણે મેળવે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org