________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
૧૧૫
ભવઅભિનંદી એહવા બોલ, બોલઈ તે ગુણરહિત નિટોલા જેહનઈ નહીં મુગતિકામના, બહુલસંસારી તે દુરમના II ૮૫ II
ભવઅભિનંદિલક્ષણવંત જે કહિયા છઈ તે મુગતિ ઊથાપવા એહવા બોલ બોલ છઇ તે ગુણરહિત કહિછે અનઈ નિટોલ – નિશૂક કહિઈ ! જેહનઇ મોક્ષની કામના કવાંછના નથી તે દુરમના ક, માઠામનવંત બહુલકંસારી કઅભવ્ય અથવા દૂરભવ્ય કહિઈ ! ચરમપુદ્ગલાવર્તવર્તી હોઈ તેહનઈ જ મુક્તિકામના હુઈ | ઉક્ત ચ –
મુમ્મસઓ વિ નડન્નત્થ હોઈ ગુરુભાવમલપહાણ જહ ગુરુવાહિવિગારે ન જાઓ પત્થારઓ સમ્મ ||
(ર્વિશિકા, ૪/૨) || ૮૫ II
સંસારને પસંદ કરવાના લક્ષણવાળા જે પુરુષો મોક્ષનું ખંડન કરતાં આવાં વચનો કહે છે તે ગુણરહિત અને નઠોર – નિર્દય છે. જેમને મોક્ષની કામના નથી તેવા તે દુષ્ટ મનવાળા, બહુ સંસારવાળા એટલે કે અભવ્ય મુક્તિ ન પામનારા) કે દૂરભવ્ય (ઘણા જન્મે મુક્તિ પામનારા છે. છેલ્લા પુદ્ગલાવર્સમાં આવેલા હોય છે તેમને જ મુક્તિની કામના હોય. કહ્યું છે કે જેમ મહાવ્યાધિનો વિકાર હોય ત્યારે પથ્યને માટે બરાબર મન થતું નથી તેમ તીવ્ર ભાવમલ (રાગદ્વેષાદિ વિકારો)નો પ્રભાવ હોય ત્યારે અન્ય કાળે (ચરમ પુદ્ગલાવર્ત સિવાય) મોક્ષને માટે મન થતું નથી.”
૧. ગુણરહિ ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org