________________
સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ
૧૦૯
પ્રકૃતિ કર્મ તે માટ6 ગણો, જ્ઞાનક્રિયાથી તસ ક્ષય ભણો. અશુદ્ધભાવ કરતા સંસાર, શુદ્ધભાવ કરતા ભવપાર II ૮૦
અકર્તઅભોક્તવાદિની ગતી II તે માટઈં પ્રકૃતિ તે કર્મનું જ નામ ગણો છે તે પ્રધાન, કર્મ, સંસ્કાર, વાસના, વિદ્યા, સહજમલ એ સર્વ એકાર્થ જ શબ્દ છઈ દર્શનભેદઈ / તે કર્મનો ક્ષય જ્ઞાનક્રિયાથી જાણો / અશુદ્ધ ભાવ જે આત્મા છઈ તે સંસારનો કર્તા છઈ, શુદ્ધભાવ છઈ તે ભવપારનો કર્તા છઈ ! અપ્પા કત્તા વિકત્તા ય સુહાણ ય દુહાણ યT
(ઉત્તરાધ્યયન, ૨૦, ૩૭) ઈત્યાદિ શાસ્ત્રવચન પણિ છછ .
અકર્તા અભોક્તા આત્મા માનઈ છઈ તે બે વાદી ગયા / ૮૦ ||
સાંખ્યને અભિમત પુરુષ-પ્રકૃતિમાં આ બધા દોષો આવે છે તેથી પ્રકૃતિ એ કર્મનું જ નામ છે એમ માનવું જોઈએ. જુદાંજુદાં દર્શનોમાં એનાં પ્રધાન, કર્મ, સંસ્કાર, વાસના, અવિદ્યા, સહજમલ એવાં નામો છે, પણ એ એક અર્થમાં જ છે. આ કર્મનો ક્ષય જ્ઞાન અને ક્રિયાથી થાય છે. અશુદ્ધ ભાવથી યુક્ત થયેલો આત્મા એ સંસારનો કર્તા છે અને શુદ્ધ ભાવથી યુક્ત થયેલો આત્મા ભવપાર એટલે મોક્ષનો કર્તા છે. “સુખો અને દુઃખોનો કર્તા તથા વિક એટલે કે વિનાશ કરનાર આત્મા છે” એવું શાસ્ત્રવચન પણ છે. આમ આત્માને અકર્તા તથા અભોક્તા માનનાર બે વાદીઓ નિરસ્ત થયા.
Jain Education International
lal
For Private & Personal Use Only
www.jainelibrary.org