________________
૧૧૦
સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ
એક કહિ નવિ છે નિરવાણ, ઇંદ્રિય વિણ ચાં સુખમંડાણ.. દુખ-અભાવ મુરછા અનુસરે, તિહાં પ્રવૃત્તિ પંડિત કુણ
કરે ?II ૮૧ | એક વાદી કહે છે – નિર્વાણ કમોક્ષ તે નથી | ઇંદ્રિયવિલાસ વિના મુક્તિસુખ છઇ, તેહનાં મંડાણ છઠ તે કુણ સદ્દહઈ ? તો અશેષવિશેષગુણોચ્છેદરૂપ વૈશેષિકાભિમત મુક્તિ માનો, દુઃખાભાવેચ્છાઈં જ મુમુક્ષુપ્રવૃત્તિ હુસ્ટઇં, તે ઊપરિ કહઈ છ0 – દુઃખાભાવ તે પુરુષાર્થ નથી, જે માટઇં મૂચ્છવસ્થાઈ પણિ અવેદ્ય દુઃખાભાવ છઇ, તિહાં કુણ પ્રવૃત્તિ પંડિત કરે ? ઉક્ત ચ –
દુઃખાભાવોડપિ નાવેદ્યઃ પુરુષાર્થતયેષ્યતે ન હિ મૂર્છાદ્યવસ્થાર્થે પ્રવૃત્તો દશ્યતે સુધી: II ( )
ઇતિ | ૮૧ |
એક વાદી કહે કે નિર્વાણ એટલે કે મોક્ષ છે જ નહીં. મોક્ષને સુખનું સ્થાન માનવામાં આવે છે પરંતુ મોક્ષમાં ઇન્દ્રિયો નથી, અને ઇન્દ્રિયવિલાસ વિના મોક્ષમાં સુખનાં મંડાણ છે એ વાતમાં કોણ વિશ્વાસ કરશે ? વૈશેષિકો આત્માના જ્ઞાન વગેરે સર્વ વિશેષ ગુણોને અભાવરૂપ મુક્તિ માને છે. એમના મત મુજબ દુઃખના અભાવની ઇચ્છાથી મોક્ષ માટેની પ્રવૃત્તિ થશે. પરંતુ દુઃખનો અભાવ તે કંઈ પુરુષાર્થ નથી, કેમકે મૂચ્છવસ્થામાં પણ દુઃખનો અભાવ છે, પણ કોઈ સુજ્ઞ મૂચ્છવસ્થાને માટે પ્રવૃત્તિ કરતો નથી. કહ્યું છે કે “અવેદ્ય એવો દુઃખાભાવ પણ પુરુષાર્થ તરીકે ઈષ્ટ નથી. કોઈ સુજ્ઞ માણસ મૂચ્છવસ્થા માટે પ્રવૃત્ત થતો જોવા મળતો નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org