________________
૧૦૮
સમ્યકત્વ સ્થાન ચઉપઈ નયો – મતો – પણ આપણને વળગશે. સારું એ છે કે આ બધાના અર્થનો સમાસ કરીને કાર્યનું કારણ પાંચ કારણોના સમવાયને જ માનવો. ત્યારે કર્તા મુખ્યત્વ પ્રાપ્ત કરે. કહ્યું છે કે “કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (કર્મ) અને પુરુષાર્થ આ પાંચ એકલાં સ્વતંત્રપણે કાર્યનાં કારણ નથી. એમનો સમવાય થાય છે ત્યારે તે સમવાય જ કાર્યનું કારણ છે એમ માનવામાં સમ્યકત્વ છે, એ એકલાં – સ્વતંત્રપણે – કાર્યનાં કારણ છે એમ માનવામાં મિથ્યાત્વ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org