________________
૧૦ર
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
બુદ્ધિતત્ત્વ જે સાંખ્ય માનઈ છશું તે નિત્યાનિત્યવિકલ્પઇં દૂષઈ છઇં – બુદ્ધિ નિત્ય તો પુરુષ જ તેહ જ્ઞાન પ્રવૃત્તિ ઇચ્છા સમગહા જો અનિત્ય તો કિહા વાસના ? પ્રકૃતિ તો સી બુદ્ધિસાધના? ||
જો જ્ઞાનાદિધર્માશ્રય બુદ્ધિ નિત્ય માંનિઈ તો તેહ જ પુરુષ છે, જે માટઇં જ્ઞાન ઇચ્છા પ્રવૃત્તિ સમગેહ ક, સમાનાશ્રય છે, જ્ઞાનપ્રવૃત્તિનઈં વ્યધિકરણપણું કલ્પવું અનુચિત છSI તથા બુદ્ધિ નિત્ય પુરુષોપાધિરૂપ ન ટલઇ તો મુક્તિ પણિ કિમ હુઈ ? જો અનિત્ય માનો તો બુદ્ધિવિનાશૐ વાસના કિહાં રહઈ ? જો ન રહઈ તો પુનઃ પ્રપંચોત્પત્તિ કિમ હુઇ ? જો એમ કહસ્યો – બુદ્ધિવિનાશઇ પ્રકૃતિં લીન વાસના રહઈ તો બુદ્ધિસાધનાનું સું કામ ? પ્રકૃત્યાશ્રિત જ્ઞાનાદિગુણાવિર્ભાવઈ જ કાર્ય હુસ્મઈ / ૭૬ //
જે બુદ્ધિતત્ત્વમાં સાંખ્ય માને છે તે નિત્ય છે કે અનિત્ય એવા વિકલ્પો રજૂ કરી એનો દોષ બતાવવામાં આવે છે. જો જ્ઞાનાદિ ધર્મોથી યુક્ત બુદ્ધિને નિત્ય માનીએ તો તે જ પુરુષ છે એમ સિદ્ધ થઈ જશે. વળી જ્ઞાન, ઈચ્છા અને પ્રવૃત્તિનો આશ્રય એક જ હોય છે – જ્ઞાન, (ઈચ્છા) અને પ્રવૃત્તિના આશ્રય જુદા માનવા તે અનુચિત છે. એટલે જ્ઞાનના આશ્રયરૂપ બુદ્ધિ તે ઇચ્છા તથા પ્રવૃત્તિનો આશ્રય પણ સિદ્ધ થશે. ઉપરાંત, ઉપાધિ રૂપે પુરુષને વળગેલી બુદ્ધિ નિત્ય હોય તો પુરુષને મોક્ષ ક્યાંથી હોય? જો બુદ્ધિને અનિત્ય માનીએ તો તેનો નાશ થયે વાસના ક્યાં રહેશે અને જો વાસના ન રહે તો ફરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org