________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
બુદ્ધિ ચેતનતા સંક્રમð, કિમ નવિ ગગનાદિક ગુણ ૨મૈ। બુદ્ધિ જ્ઞાન ઉપલબ્ધિ અભિન્ન, એહનો ભેદ કરિ સ્યું ખિન્ન ||
૭૫ ||
બુદ્ધિ બુદ્ધિતત્ત્વઇં ચેતનતા ક૰ ચૈતન્ય જો સંક્રમઇ પ્રતિબિંબઇં તો ગંગનાદિક અરૂપી દ્રવ્યનાં ગુણ બુદ્ધિમાહિ કિમ વિ રમઇ ? - બુદ્ધિ તે ચિત્રપ્રતિબિંબાધિષ્ઠાન, જ્ઞાન તે ઇંદ્રિયવૃત્તિ, ઘટાદિસંગ ઉપલબ્ધિ તે આદર્શમલિનતાથી પ્રતિબિંબિત મુખમલિનતાસ્થાનીય ભોગ, એ સાંખ્યકલ્પના જૂટી છઇ, ૩ એકાર્થ છઇ । અત એવ ગૌતમસૂત્રઇં સ્યું છઇ ? “બુદ્ધિરુપલબ્ધિર્રાનમિત્યનર્થાન્તરમ્” ( ) ઇતિ। એહનો ભેદ ખિન્ન થકી તેં સ્યું કરઇ છઇ ? સમો અર્થ કાં ન માનઇ ? || ૭૫ ||
Jain Education International
૧૦૧
―
અરૂપી એવું ચૈતન્ય જો બુદ્ધિમાં સંક્રમી શકે – પ્રતિબિંબિત થઈ શકે તો આકાશ વગેરે અરૂપી દ્રવ્યના ગુણ પણ બુદ્ધિમાં કેમ ન આવે ? સાંખ્ય બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ વચ્ચે ભેદ માન્યો છે – ચૈતન્યના પ્રતિબિંબને ઝીલવાનું અધિષ્ઠાન તે બુદ્ધિ, ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિની વિષયાકાર પરિણિત તે જ્ઞાન અને ઘટાદિનો પુરુષને થતો સંગ તે ઉપલબ્ધિ. દર્પણ પરની મલિનતા એમાં પ્રતિબિંબિત મુખની મલિનતા રૂપે ભાસે છે, તેમ બુદ્ધિમાં રહેલ વિષયાદિ ભોગ તેમાં પ્રતિબિંબિત પુરુષમાં ભાસે છે. સાંખ્યની આ બધી કલ્પના જૂઠી છે. વસ્તુત: બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ ત્રણે અભિન્ન છે – એક જ છે. ગૌતમસૂત્રમાં શું છે ? “બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન એ જુદાજુદા અર્થના શબ્દો નથી. એક જ અર્થના છે.” તો પછી આવો ભેદ કરવાની તકલીફ શા માટે ? સાચો અર્થ કેમ ન સ્વીકારવો ?
1
For Private & Personal Use Only
--
www.jainelibrary.org