________________
સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ
૯૯
પ્રતિબિંબઈ જે ભાખઈ ભોગ, કિમ તસ રૂપી-અરૂપી યોગા આકાશાદિકનું પ્રતિબિંબ જિમ નહી તિમ ચેતન અવલંબ II
૭૩ || ચિતુ-પ્રતિબિંબઈ બુદ્ધિનિષ્ઠ ભોગ છઈ તે સાક્ષાત્ આત્માનાં નથી ઈમ કહઈ છઇં તેહનઈ રૂપી-અરૂપીનો યોગ સંભવઈ નહી ! આકાશ અરૂપીનું જિમ આદર્શ પ્રતિબિંબ નથી તિમ બુદ્ધિમાંહિ ચેતનનો અવલંબ ન હોઈ તે ગભીર જલે' કહતાં આકાશપ્રતિબિંબઈ નથી ગભીરપણું, તે જલધર્મ છઈ પ્રતિબિંબસ્વરૂપ દેખાડી ચિત્-પ્રતિબિંબ ન હોઈ ઇસ્યુ કહઈ છઈ / ૭૩ ||
બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે એ રીતે ચેતન એટલે કે પુરુષને પ્રતિબિંબ દ્વારા બુદ્ધિનિષ્ઠ સુખાદિનો ભોગ છે, સાક્ષાત્ ભોગ નથી એમ સાંખ્યવાદીઓ કહે છે, પણ રૂપી-અરૂપીનો યોગ સંભવતો નથી. અરૂપી આકાશનું જેમ અરીસામાં પ્રતિબિંબ નથી પડતું તેમ બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ ન હોઈ શકે. પાણી ઊંડું છે એમ કહીએ છીએ ત્યારે ઊંડાણ એ આકાશના પ્રતિબિંબને કારણે છે એમ તમે માનતા હો તો એ બરાબર નથી, ઊંડાણ એ જલનો ધર્મ છે. આમ, ચેતનનું પ્રતિબિંબ ન હોય એમ કહેવાનું થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org