________________
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
૧૦૫
વિર” રમૈ યથા નર્તકી, અવસર દેખી અનુભવ થકી.. પ્રકૃતિ અચેતન કિમ તિમ રમે વિરમે જો કરતા નવિ ગમિ |
૭૮ || જિમ નર્તકી ક નાટિકણી કાર્યનાસાદિકનઈ વિષય રમઈ તથા અવસર દેખી દાનાદિક પામી વિરમાં પોતાના અનુભવથી, તિમ પ્રકૃતિ અચેતન છઈ તે કિમ રમઈ-વિરમઈં જો કરતા પુરુષ તુઝનઈ ન ગમઈ ? એવં ચ –
રડ્ઝસ્ય દર્શયિતા નિવર્તતે નર્તકી યથાડત્માનમ્ .
પુરુષસ્ય તથાહત્માનું પ્રકાશ્ય વિનિવર્તતે પ્રકૃતિઃ || ( ) ઈત્યાદિ શિષ્ય કહઈ છઈ તે શિષ્યધંધન માત્ર [જાણવું! પુરુષનઈ આત્મદર્શન પ્રકૃતિ કરઈ તે અચેતનનઈં ન સંભવઈ ન વા તિહાં પ્રયોજન તદ્જ્ઞાન |૭૮ ||
સાંખ્યવાદીઓ પ્રકૃતિને નટડીની સમાન લેખે છો, પણ નટડી પ્રયોજનને લક્ષમાં લઈને ખેલ કરે છે, અને અનુભવથી અવસરને ઓળખી લઈને દાન વગેરે પામી ખેલ પૂરો કરે છે તેમ અચેતન પ્રકૃતિ કેવી રીતે કરી શકે? પુરુષ કર્યા હોવાનું તો એમને માન્ય નથી. વળી “સભાને પોતાની જાત દેખાડીને નર્તકી જેમ નિવર્તે છે, તેમ પ્રકૃતિ પુરુષ સમક્ષ પોતાને પ્રકટ કરીને નિવર્તે છે 'એમ શિષ્યોને કહેવામાં
૧. સાંખ્યો માને છે કે પ્રકૃતિ પુરુષના ભોગ અને અપવર્ગને સાધી આપવા સુષ્ટિકાર્યમાં પ્રવૃત્ત થાય છે. પોતાનાથી તદ્દન ભિન્ન સ્વભાવવાળી પ્રકૃતિ છે એવું પુરુષને ભાન કરાવવું તે પ્રકૃતિના સ્વસ્વરૂપ પ્રકાશનનો અર્થ છે. પુરુષના મોક્ષ માટે પ્રકૃતિની પ્રવૃત્તિ છે. તે સિદ્ધ થતાં પ્રકૃતિ તે પુરુષને અનુલક્ષી નિવૃત્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org