________________
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
૧૧
તનુછેદઈ નવિ તે છેદાઈ, તસ વૃદ્ધિઇ નવિ વધતા થાય ઉપાદાન જ્ઞાનાદિકતણો, તેહથી જીવ અલાધો ગણો ! ૧૧ || - શરીરછેદઈ તે ચેતનાગુણ છેદાતા નથી તથા તે શરીરની વૃદ્ધિ વધતા થાતા નથી, તે માટઇં જ્ઞાનાદિકગુણનો ઉપાદાન આત્મા શરીરથી અલાધો માનો ! ઉપાદાનની હાનિ-વૃદ્ધિ જ ઉપાદેયની હાનિવૃદ્ધિ થાઇ, જિમ માટીની હાનિ-વૃદ્ધિ ઘટની હાનિ-વૃદ્ધિ તિમ ઈહાં જાણવું. યદ્યપિ પ્રદેશ હાનિવૃદ્ધિ આત્માનઈ નથી તથાપિ પર્યાયહાનિવૃદ્ધિ છૐ – તેણહૈ હીન-વૃદ્ધ જ્ઞાનપ્રતિ એકેંદ્રિયપંચેન્દ્રિયાત્મપણઈ ઉપાદાનતાસામાન્યથી ચૈતન્યગુણ પ્રતિ આત્મપણઈ ઉપાદાનતા માની જોઈ નહી તો લોકવ્યવહાર ન મિલૐ || ૧૧ ||
શરીરનો છેદ થતાં ચેતનાગુણ છેદાતા નથી તથા શરીરની વૃદ્ધિ થતાં એ વૃદ્ધિ પામતા નથી. જો શરીર જ્ઞાનાદિક ગુણોનું ઉપાદાનકારણ હોય તો એની હાનિ-વૃદ્ધિ થતાં જ્ઞાનાદિક ગુણોની હાનિવૃદ્ધિ થવી જોઈએ. ઉપાદાનકારણની હાનિવૃદ્ધિ થતાં ઉપાદેય – કાર્યની હાનિવૃદ્ધિ થાય છે, જેમકે, માટીની હાનિવૃદ્ધિ થતાં એનાથી બનતા ઘડાની હાનિવૃદ્ધિ થાય છે. તેથી જ્ઞાનાદિક ગુણોના ઉપાદાનરૂપ જીવ(આત્મા)ને શરીરથી અપ્રાપ્ત – અનુત્પન્ન અને અળગો માનવો જોઈએ. આમ માનતાં જ્ઞાનાદિની હાનિવૃદ્ધિ ઉપાદનરૂપ આત્માના પ્રદેશોની સંખ્યાની હાનિવૃદ્ધિને આભારી હોવી જોઈએ પરંતુ આત્મપ્રદેશોની સંખ્યા નિયત જ છે – તેમાં એકનો પણ વધારો કે ઘટાડો થઈ શકતો નથી એ સાચી વાત છે, પરંતુ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org