________________
સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ
ઘટપ્રાગભાવ હોય તો એ અભાવ ઘટને કદી કરે નહીં. - ભવ્યત્વજાતિને જો તુચ્છ અભાવરૂપ જ માનીએ તો એ જાતિ કશું ન કરી શકે. મુક્તિની યોગ્યતા તે જ ભવ્યત્વ છે. ભવ્યત્વ મુક્તિને કરે છે. અમદમવાળા હોવાપણું એ જ મુક્તિની યોગ્યતા છે એમ માનીએ તો શમદમાદિરૂપ મુક્તિયોગ્યતા હોય તો મુક્તિ માટેની પ્રવૃત્તિ થાય અને મુક્તિ માટેની પ્રવૃત્તિ કરો ત્યાં શમદમાદિરૂપ મુક્તિયોગ્યતા પ્રાપ્ત થાય એમ અન્યોન્યાશ્રય દોષ આવે. ભવ્યત્વવાળો જીવ પોતાના તે પ્રકારના એટલે કે નિર્નિમિત્તક સ્વરૂપભૂત ભવ્યત્વને પરિણામે તે-તે કાર્ય – મોક્ષાદિના ઉપાયરૂપ કાર્યનો કર્તા થાય છે. જૂઠી માયાને એના કારણરૂપ લેખીએ તો “વંધ્યા માતા” એ ઉક્તિ સાચી ઠરે. હેમસૂરિજીએ કહ્યું છે કે, “માયાને જો સતુ – ખરી ગણીએ તો બ્રહ્મ ને માયા એ બે તત્ત્વોની સિદ્ધિ થાય અર્થાત્ અદ્વૈત ન રહે, અને જો એને અસત્ – મિથ્યા માનીએ જગપ્રપંચ શાનાથી થયેલો માનવો? અસતુ - મિથ્યા માયા ક્રિયાકારિત્વવાળી છે એમ માનનારને તો વંધ્યા માતા હોઈ શકે એમ માનવાની સ્થિતિ આવે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org