________________
સમ્યક્ત્વ પટ્રસ્થાન ચઉપઈ
જગિ મિથ્યા તો એ સી વાચ, આશામોદક મોદક સાચા જો અજ્ઞાન કહઈ બહુરૂપ, સાચભાવનો સ્યો અંધકૂપ I ૬૫ 1
જો સવિલાસાશાનકાર્ય જગ મિથ્યા કહો છો તો એ સી વાચ જે એક આશાના મોદક અનઈ એક સાચમોદક ર અજ્ઞાનજન્ય છઈ ! જો અજ્ઞાન જાગ્રતું સ્વપ્ન પ્રપંચારંભક ભિન્ન ભિન્ન માનો તો સાચભાવ ઘટ-પાદિક દૃષ્ટવૈચિત્ર્યવંત માનતાં સ્યો અંધકૂપ છઈ તુહ્મનઈ ? અત્ર શ્લોક: '
આશામોદકતૃપ્તા યે, યે ચાસ્વાદિતમોદકા; / રસવીર્યવિપાકાદિ તુલ્ય તેષાં પ્રસયતે II ( ) | ૬૫ ||
પોતાના વિલાસોવાળું જગત અજ્ઞાનનું કાર્ય છે અને તેથી મિથ્યા છે એવું જો કહો છો તો અભિલષિત (કલ્પિત) મોદક અને સાચા (વાસ્તવિક જગતમાં દેખાતા) મોદક (લાડુ) વચ્ચે ભેદ કરવાની વાત ક્યાંથી ટકે, કેમકે સાચો મોદક પણ અજ્ઞાનજન્ય છે.
જાગ્રપ્રપંચનું જનક અજ્ઞાન અને સ્વપ્નપ્રપંચનું જનક અજ્ઞાન એ બે ભિન્ન અજ્ઞાનો છે એમ જો તમે કહેતા હો તો જાગ્રત અવસ્થામાં અનુભવાતી વિલક્ષણતાઓ ધરાવતા ઘટ, પટ વગેરેને અજ્ઞાનપ્રસૂત મિથ્યા નહીં પણ સતૂપ (અને સ્વપ્નાવસ્થામાં અનુભવાતા હાથી વગેરેને અજ્ઞાનપ્રસૂત મિથ્યા) માનવામાં તમને શો અંધકૂપ – ગૂઢ અંતરાય નડે છે ? કહ્યું છે કે “આશામોદકથી જે તૃપ્ત છે અને જેમણે સાચા મોદકનો ખરેખર આસ્વાદ કર્યો છે તે બન્નેનાં રસ અને વીર્ય વગેરેનાં પરિણામોને (ફળોને સરખા માનવાનો પ્રસંગ (આખા જગતને જેઓ મિથ્યા માને છે તેમને માટે) આવશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org