________________
૯૦
સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ
અસિદ્ધ છે એ બીજી વસ્તુનું સાધક કેમ બને – બીજી વસ્તુનું અસ્તિત્વ કેમ જણાવી શકે? સવિકલ્પક જ્ઞાન સામાન્યવિશેષાત્મક વસ્તુને રહે છે. એ ઉપયોગની અપેક્ષાએ – જ્ઞાનત્વની દૃષ્ટિએ સામાન્યરૂપ છે, તથા અવગ્રહ (ઈન્દ્રિયજ્ઞાન) વગેરે પર્યાયોની અપેક્ષાએ વિશેષરૂપ છે. આમ સર્વત્ર ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા એ ત્રણ લક્ષણયુક્તતા એ જ સત્ય છે. ઉત્પત્તિ અને નાશ પર્યાયોનાં અર્થાત્ વિશેષોનાં થાય છે. દ્રવ્ય સ્થિર રહે છે. અને વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક છે, તેથી ઉત્પત્તિ-નાશ-સ્થિરતાયુક્ત છે. પર્યાય વિશેષસ્થાનીય છે, દ્રવ્ય સામાન્ય સ્થાનીય છે. જ્ઞાનને નિર્વિકલ્પક અર્થાત્ સામાન્યમાત્રગ્રાહી સ્વીકારવું એ પોતાની રુચિમાત્ર છે. બૌદ્ધો જ્ઞાનને સ્વલક્ષણમાત્રવિશેષમાત્ર)ગ્રાહી માને છે અને વેદાંતી જ્ઞાનને બ્રહ્મમાત્ર(સન્માત્ર = સત્તાસામાન્યમાત્ર)ગ્રાહી માને છે તે તેમની રુચિમાત્ર થઈ. વેદશાસ્ત્ર નિર્વિકલ્પ અર્થાત્ નિર્ગુણ, સન્માત્રસ્વરૂપ, નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તે એક નય – એક દૃષ્ટિનું પ્રવર્તન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org