________________
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
૮૯
સાધક છઈ વિકલ્પ પ્રમાણ, તેણિ સામાન્ય-વિશેષ મંડાણી નિરવિકલ્પ તો નિજરૂચિ માત્ર, અંશઈ શ્રુતિ નિર્વાહ યાત્રા
૬૬ II.
કોઈ વેદાંતી કહઈ છઈ – પ્રમાણપણઈ જ્ઞાન અવશ્ય ઉપસ્થિત છઈ તેહનઈ વિષય સંબંધ પ્રાગભાવાદિક જનઈં ગૌરવ છઈ તે માટઈ બાહ્ય સંબંધરહિત અનાદંત બ્રહ્મ જ છઈ સત્ય, અન્ય વસ્તુ પ્રમાણાભાવઈ જ અસિદ્ધ છઈ ! તેહનઈ કહિછે જે તુટ્ય સાધક જ્ઞાન અવલંબો છો તે સવિકલ્પ જ પ્રમાણ છઇ, નિર્વિકલ્પ સ્વયં અસિદ્ધ પરસાધક કિમ હુઈ ? તે સવિકલ્પક તો સામાન્ય-વિશેષરૂપ અર્થનઈ ગ્રહઈ છઇ, સ્વયં ઉપયોગરૂપઈ તથા અવગ્રહાદિરૂપઈ સામાન્યવિશેષરૂપ છઇ, તિવારઈ સર્વત્ર ત્રિલક્ષણપણુ જ સત્ય છઇ, નિર્વિકલ્પ માનવું તે તો નિજરુચિમાત્ર છઈ / બૌદ્ધ સ્વલક્ષણવિષય તે માનઈ, વેદાંતી બ્રહ્મવિષય, એ સર્વ રુચિમાત્ર થયું. શ્રુતિ જે નિર્વિકલ્પબપ્રતિપાદક છઈ તે અંશ) ક. એક નવાઇ યાત્રા ક વ્યવહાર તે નિવહઈ છઈ || ૬૬ ||
કોઈ વેદાંતી કહે છે કે પ્રમાણ તરીકે જ્ઞાન તો અવશ્ય ઉપસ્થિત છે. પણ તે જ્ઞાનનો વિષય સંયોગાદિ સંબંધ, પ્રાગભાવ વગેરેને માનતાં, ગૌરવ – દૂરાકૃષ્ટતા આવે છે. તેથી બાહ્ય સંબંધરહિત બ્રહ્મ જ સત્ય છે, અન્ય વસ્તુ પ્રમાણના અભાવે અસિદ્ધ છે. આ વેદાંતીઓને કહેવાનું કે વસ્તુના અસ્તિત્વની સિદ્ધિ માટે તમે જે સાધક જ્ઞાનનું અવલંબન લો એ સવિકલ્પ (વિશેષગ્રાહી) જ્ઞાન હોય તો જ પ્રમાણ છે. નિર્વિકલ્પ (સામાન્યમાત્રગ્રાહી) જ્ઞાન પોતે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org