________________
સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ
૮૫
એને બાળી નાખવામાં આવે ત્યારે એનો અંત આવે છે, જેમ બીજ અને અંકુરની પરંપરાનો પણ એ બેમાંથી એકનો નાશ થવાથી અંત આવે છે. જે અનાદિ પદાર્થ છે તેનો અંત કેમ હોય એ શંકા અસ્થાને છે કેમકે જેને આદિ હોય તેને અંત હોય એ વ્યાપ્તિ નથી. એ વ્યાપ્તિ મોક્ષની બાબતમાં ટકી શકતી નથી – મોક્ષને આદિ છે પણ અંત નથી. એમ જ જેને આદિ નથી તેને અંત નથી એવો નિયમ પણ નથી. ભવ્યત્વની બાબતમાં એ નિયમ ભાંગી પડે છે. જીવમાં ભવ્યત અનાદિકાળથી છે પણ જીવ મોક્ષ પામતાં ભવ્યત્વની સ્થિતિ રહેતી નથી, એનો અંત આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org