________________
સમ્યક્ત્વ ભટ્રસ્થાન ચઉપઈ
સંઘભગતિ અજમાસિ કરો, દોષ નહી તિહાં ઇમ ઉચ્ચરો એ મોટો છઈ તુમ્હ અજ્ઞાન, જોયો બીજું અંગ પ્રધાન II ૨૭
તથા બોકડાનઈં માંસઈં સંઘભક્તિ કરો છો અનઈં તિહાં દોષ નહી ઇમ મુખિ ઉચ્ચરો છો, એ મોટુ તુમ્હારું અજ્ઞાન છૐ | સૂયગડાંગસૂત્ર વિચારી જોયો !
યૂલ ઉરભં ઈહ મારિઆણં ઉદ્દિદ્દભવં ચ પકથ્થઇત્તા ! તે લોણતેલ્લેણ ઉવમ્બડિત્તા સપિપ્પલીય પકરિતિ મંસ | તે ભુક્કમાણા પિસિએ પભૂયં ણ ઓવલિપ્પામ વયે એણે ઇચ્ચેવમાહંસુ અણજ્જધમ્મા અણાયરિઆ પાવરસેસુ ગિદ્ધા II .
| (સૂયગડસુય ૨, ૪-૬, ગા. ૩૭-૩૮) ઈત્યાદિ ! ઇમ તો માતાનઇં સ્ત્રી કરી સેવતાં પણિ દોષ ન લાગો જોઇએ મંડલતંત્રવાદી તો અગમ્યાગમનઈં પણિ દોષ નથી કહતા. એ સર્વ જ્ઞાન વ્યવહારલોપક મિથ્યાત્વ છઈ ર૭ |
બોકડાના માંસથી તમે સંઘભક્તિ કરો છો અને એમાં દોષ નથી એમ કહો છો એ તમારું મોટું અજ્ઞાન છે. આગમોના ક્રમમાં બીજા સ્થાને ગણાવાતા પ્રધાન અંગગ્રંથ સૂયગડાંગસૂત્રમાં જે કહ્યું છે તે વિચારી જુઓ. ત્યાં કહ્યું છે, “પાપકર્મના સ્વાદમાં લુબ્ધ, હીન પ્રકૃતિના આ અનાર્ય લોકો હૃષ્ટપુષ્ટ બોકડાને મારે છે, તેના માંસને મીઠું અને તેલથી વઘારે છે, તેને પીપરયુક્ત કરે છે, પ્રચુરમાત્રામાં આરોગે છે અને કહે છે કે અમે પાપથી લેપાતા નથી.” એમ તો માતાને સ્ત્રી ગણીને એને ભોગવતાં પણ દોષ ન લાગવો જોઈએ. મંડલતંત્રવાદીઓ તો ભોગવવા યોગ્ય નથી એવી સ્ત્રીને ભોગવવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org