________________
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
૭૫
પ્રકૃતિ અવિદ્યા નાશઇ કરી, પહિલી આત્મદશા જો ફિરી તો ફૂટસ્થપણું તુમ્હ ગયું, નહિ તો કહો ચુ અધિકો
થયો II પ૬ એ ૨ આત્માનઈ કૂટસ્થપણું માનઈ છઈ તે દૂષઈ છઈ પ્રકૃતિનો સાંખ્યમતઈ, અવિદ્યાનો વેદાંતિમતાં નાશ હોઇ તિવારી પહલી આત્માનઈ સંસારિદશા હતી તે જો ફિરી તો તુલ્બારડ કૂટસ્થપણું ગયું, પરિણામિપણું થયું, નહી તો કહો મુક્તિદશાઈં અધિકુ સું થયું ? સદા શુદ્ધ આત્મા છઇ, પ્રકૃતિ-અવિદ્યાનાશનઈ અર્થછે સ્યો સાધનપ્રયાસ કરો છો ? | ૫૬ //
સાંખ્ય અને વેદાંતી બને આત્મા કૂટસ્થ છે – અવિકારી છે એમ માને છે એનો દોષ બતાવીએ છીએ. સાંખ્યમતે પ્રકૃતિનો નાશ એટલે પ્રકૃતિનો વિયોગ – પ્રકૃતિ સાથેના સંબંધનો, પ્રાકૃતિક કર્મોનો નાશ – થયે અને વેદાંતમતે અવિદ્યાનો નાશ થયે આત્માની દશા ફરે છે કે નહીં ? જો પહેલાં સંસારી દશા હતી તે બદલાઈને નવી શુદ્ધ મુક્ત અવસ્થા પ્રકટ થાય છે એમ કહો તો આત્માનું ફૂટસ્થપણું ગયું, પરિણામીપણું થયું. જો એમ કહો કે આત્માની દશા હતી તેવી જ – સંસારી – રહે છે, તો મુક્તિદશામાં અધિક શું થયું? વળી આત્મા જો સદા શુદ્ધ છે તો પ્રકૃતિના વિયોગ કે અવિદ્યાના નાશ માટે તત્ત્વજ્ઞાનાદિ સાધનોનો શા માટે પ્રયાસ કરો છો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org