________________
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
માયાનાશ ન અધિકો ભાવ, શુદ્ધરૂપ તો પ્રથમ વિભાવનું રત્નાદિકમાં શુદ્ધિ અશુદ્ધિ જો કહો તો સી ઇહાં કુબુદ્ધિ / પ૭ના
જો કહસ્યો માયાનાશ અધિકો ભાવ નથી, અધિકરણસ્વરૂપ જ છઈ તો પ્રથમ વિભાવરૂ૫ આત્મા તે શુદ્ધરૂપ થઈ જાઈ જે માટઈ તે આત્મામાપ્તિ માયિકભાવનો અત્યંતાભાવ છઈ ! શુદ્ધરૂપ જ્ઞાન જ જો શુદ્ધ થાઈ તો સમલ ભાજનાદિક પણિ નિર્મલતાજ્ઞાનઈ જ નિર્મલ થવું જોઈઈ/ રત્નાદિકનઈ જિમ શુદ્ધિ-અશુદ્ધાદ્ધિ ઉપાયઉપાધિ કહો છો તિમ આત્માનઈં પરિણામવિશેષઈ જાણો ! એસી કુબુદ્ધિ જે પુદ્ગલદ્રવ્યનાં પરિણામ શુદ્ધિ અશુદ્ધિ કહો છો, અનઈ આત્માનઈ તિમ નથી કહેતા || પ૭ ||
જો એમ કહો કે માયાનાશ એ કોઈ અદકી વસ્તુ નથી, એ માયાના અધિકરણ (અધિષ્ઠાન) એવા આત્મરૂપ જ છે, તો પછી આત્માની જે પ્રથમ માયાયુક્ત માયોપહિત વિભાવદશા (અશુદ્ધ દશા) તે પણ શુદ્ધ અધિકરણસ્વરૂપ જ ઠરશે. એથી આત્મામાં માયાયુક્ત દશાનો અત્યંત અભાવ હોવાનું ઠરશે. જો એમ કહો કે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થવું એટલે જ આત્માનું શુદ્ધ થવું તો વાસણો વગેરેના નિર્મલતાનું જ્ઞાન થવું એટલે જ મેલાં વાસણોનું નિર્મલ થવું એમ થાય, રાખ ઘસવા વગેરે ઉપાયોની જરૂર ન હોવી જોઈએ. પણ એવું નથી. જો તમે એમ કહો કે રત્નાદિમાં ઉપાધિ (મેલ) વળગી હોય છે તેની અશુદ્ધિ હોય છે તેથી ઉપાયથી શુદ્ધિ થાય છે, માત્ર તેના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન જ રત્નાદિની શુદ્ધિ નથી તો આત્માને પણ એવા પરિણામ-વિશેષવાળો – અશુદ્ધ, શુદ્ધ એટલે કે માયોપહિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org