________________
૮૦
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
એ તો શુદ્ધાશુદ્ધસ્વભાવ કહિઈ તો સાવ ફાવઈ દાવા કાલભેદથી નહિ વિરોધ, સઘટનવિઘટ જિમ ભૂતલબોધ |
૬૦ એ તો આત્માનો સ્વભાવ જો સંસારિદશાઇ અશુદ્ધ, સિદ્ધદશાઈ શુદ્ધ, ઈમ શુદ્ધાશુદ્ધ સ્યાદ્વાપ્રમાણમાં કરી માનિઈ તો સર્વ દાવ મુક્તિશાસ્ત્રનો ફુવઈ, પણિ એકાંતવાદઈ તો કાંઈ ન મિલઈ | વિરોધ પરિહરઈ છઇ, કાલનઈ ભેદથી વિરોધનઈ, જે માટઈ એક જ ભૂતલ ઘટકાલઈ ઘટવસ્વભાવ છઈ, અન્યકાલઈ અઘટસ્વભાવ છઈ ઈમ શુદ્ધાશુદ્ધોભય-સ્વભાવ કાલભેદઈ માનતાં વિરોધ નથી ! અન્યનઈ જે ભાવાભાવસંબંધ ઘટક તે જ અહ્મારઈ શબલસ્વભાવ છે || ૬૦ ||
- આત્માનો સ્વભાવ સંસારી દશામાં અશુદ્ધ અને સિદ્ધદશામાં શુદ્ધ એમ સ્યાદ્વાદપ્રમાણથી શુદ્ધાશુદ્ધ માનીએ તો મુક્તિશાસ્ત્રનો સઘળો લાગ – ઉપાય ફાવે – સિદ્ધ થાય. એકાંતવાદથી આત્માને એકલો અશુદ્ધ કે એકલો શુદ્ધ માનવાથી કાંઈ ન વળે, ગમે તેટલા ઉપાયો કરવા છતાં મોક્ષ ન મળે.
આત્માને શુદ્ધ અને અશુદ્ધ સ્વભાવનો માનવામાં વિરોધ રહેલો છે તેનો પરિહાર કાલનો ભેદ માનવાથી થાય છે. જેમકે એક જ ભૂતલ પૃથ્વી, માટી), એમાંથી ઘડો બને છે તે કાળે ઘડાવાળા સ્વભાવનું છે, અન્ય કાળે “અઘટ’ (ઘડો નહીં એવા સ્વભાવનું છે. એમ આત્માનો શુદ્ધાશુદ્ધ એ બે પ્રકારનો સ્વભાવ કાલભેદે માનતાં વિરોધ
૧. પાવઈ પુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org